Video: જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લા જેલમાં ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં બહેનો પોતાના કેદ ભાઈઓને તિલક કરવા પહોંચી હતી. જેલ પ્રશાસન દ્વારા તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી બહેનો સુરક્ષિત અને સરળ રીતે પોતાના ભાઈઓને મળી શકે. બહેનોએ પરંપરાગત રીતે ભાઈઓના કપાળ પર તિલક કરીને તેમના દીર્ઘાયુ અને ઉમદા ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન અનેક બહેનો અને ભાઈઓની આંખો છલકાઈ ગઈ હતી. જેલ પરિસરમાં કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બહેનોને મીઠાઈ અને પૂજાની સામગ્રી સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પર્વે જેલનું વાતાવરણ અત્યંત લાગણીસભર બની ગયું હતું.
જાહેરાત






