મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ચોકાવનારા પરિણામ માટે તૈયાર રહો', લોકસભા ચૂંટણી પરિણામ પહેલા સોનિયા ગાંધીની પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી માટે મતની ગણતરીના એક દિવસ પહેલા કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પૂર્વ અધ્ય

'ચોકાવનારા પરિણામ માટે તૈયાર રહો', લોકસભા ચૂંટણી પરિણામ પહેલા સોનિયા ગાંધીની પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી માટે મતની ગણતરીના એક દિવસ પહેલા કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 4 જૂને ચોકાવનારા પરિણામ માટે તૈયાર રહેજો. મહત્ત્વપૂર્ણ છે કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ તમામ એક્ઝિટ પોલને ખોટા ગણાવતા જીતનો દાવો કર્યો છે. વિપક્ષનું કહેવું છે કે અમને 295 કરતા વધુ બેઠક મળશે. સોનિયા ગાંધી પહેલા રાહુલ ગાંધી પણ INDIA ગઠબંધનને 295 બેઠક જીતવાની ભવિષ્યવાણી કરી ચુક્યા છે.

સોનિયા ગાંધીએ શું કહ્યું?

એક્ઝિટ પોલની ભવિષ્યવાણી અને 4 જૂને મતની ગણતરી વિશે વાત કરતા સોનિયા ગાંધીએ કહ્યું, "આપણે રાહ જોવાની છે અને જોવાનું છે." સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ બાદ DMK ઓફિસમાંથી બહાર નીકળતા આ નિવેદન આપ્યુ હતું. 

આ સમાચાર શેર કરો