Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sonam Wangchuk ready to end hunger strike, letter to MPs ahead of Parliament March; Put 3 main conditions

VIDEO: સોનમ વાંગચુક અનશન સમેટવા તૈયાર, સંસદ માર્ચ પહેલાં સાંસદોને લખ્યો પત્ર; મૂકી 3 મુખ્ય શરતો

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં Monsoon Sessionના પ્રારંભ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. CJP (કોકરોચ જનતા પાર્ટી) ના બેનર હેઠળ સંસદ માર્ચની તૈયારીઓ વચ્ચે, હોસ્પિટલમાં દાખલ હવામાન કાર્યકર્તા સોનમ વાંગચુક (Sonam Wangchuk) અણશન છોડવા તૈયાર થયા છે. તેમણે સાંસદો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં ભૂખ હડતાળ સમેટવા માટે સરકાર અને વિપક્ષ સામે ૩ સ્પષ્ટ શરતો મૂકવામાં આવી છે.

App Store

૧૯ જુલાઈની તારીખ ધરાવતા આ પત્રમાં વાંગચુકે દાવો કર્યો છે કે તેઓ સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માંથી આ પત્ર લખી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં તેમની ગતિવિધિઓ, વાતચીત અને નિવેદનો પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

શું છે સોનમ વાંગચુકની ૩ શરતો?

વાંગચુકે પોતાના પત્રમાં લખ્યું છે કે જો નીચે મુજબની સ્થિતિ સર્જાય તો તેઓ ૨૦ જુલાઈના રોજ પોતાના ઉપવાસ પૂર્ણ કરી શકે છે:

૧. સરકાર તરફથી જવાબદારી: જો સરકાર તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી ગંભીર બેદરકારીઓ અને Paper Leak જેવા મુદ્દાઓ પર સ્પીકર સમક્ષ પોતાની સ્પષ્ટ જવાબદારી સ્વીકારે.

૨. સંસદ દ્વાર પર આશ્વાસન: જો સોનમ વાંગચુક અને CJP નેતૃત્વ સંસદના મુખ્ય દ્વાર પર પહોંચે અને ત્યાં વિવિધ પક્ષોના સાંસદો તથા નેતાઓ તેમને ખાતરી આપે કે આ મુદ્દો સંસદમાં ગાજશે.

૩. હોસ્પિટલમાં મુલાકાત: જો સ્વાસ્થ્ય કે સુરક્ષાના કારણોસર તેઓ સંસદ સુધી ન જઈ શકે, તો વિવિધ પક્ષોના સાંસદો હોસ્પિટલ આવીને તેમને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનું આશ્વાસન આપે.

સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મો (Gitanjali Angmo)એ પણ જંતર-મંતર ખાતે સમર્થકોને સંબોધતા જણાવ્યું હતું કે જો નેતાઓ હોસ્પિટલમાં આવીને  Education Sectorમાં પારદર્શિતા અને જવાબદેહી લાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક પોતાના પારણાં કરી લેશે.

‘ચલો સંસદ’ માર્ચ અને ૨૦ હજાર લોકોનો દાવો

CJP ના  મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે ૨૦ જુલાઈની સવાર પહેલા જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારમાં ૨૦,૦૦૦થી વધુ સમર્થકો એકઠા થઈ ચૂક્યા છે. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર સીધો નિશાન સાધતા કહ્યું કે હવે સરકારે શિક્ષણ વ્યવસ્થામાં થયેલી ખામીઓ પર જવાબ આપવો જ પડશે.

બીજી તરફ, ગીતાંજલિએ સોનમ વાંગચુકનો શાંતિપૂર્ણ આંદોલન કરવાનો સંદેશ શેર કર્યો હતો. વાંગચુકે વિરોધ પ્રદર્શન કરનારા સમર્થકોને અપીલ કરી છે કે 'ચલો સંસદ' માર્ચ સંપૂર્ણપણે હિંસામુક્ત અને શિસ્તબદ્ધ રહે, જેથી કોઈ અસામાજિક તત્વો આ આંદોલનનો દુરુપયોગ ન કરી શકે.

સ્વાસ્થ્ય સ્થિતિ સ્થિર; HCના નિર્ણય સામે કાનૂની લડાઈ

વાંગચુકના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતાં ગીતાંજલિએ જણાવ્યું કે તેમની તબિયત હાલ સ્થિર છે (Stable). જોકે, તેમણે આક્ષેપ કર્યો હતો કે વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે હાઈકોર્ટ (High Court)માં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી. હવે આ આદેશને આગળના સ્તરે પડકારવાની તૈયારીઓ ચાલી રહી છે.

સંસદના મોનસૂન સત્રના પ્રથમ દિવસે જ સોનમ વાંગચુકનું આ પગલું અને CJPનો મોર્ચો સરકાર માટે મોટો પડકાર બની શકે તેમ છે.