VIDEO: સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં દાખલ
સોર્સ : gstv
દિલ્હીના જંતર મંતર ખાતે ૨૧ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની તબિયત લથડતાં તેમને દિલ્હી હાઈકોર્ટના આદેશાનુસાર સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના હેલ્થ બુલેટિન મુજબ તેમના શરીરમાં ડિહાઇડ્રેશન અને પોટેશિયમનું સ્તર ઘટ્યું છે, છતાં તેમણે ગ્લુકોઝ કે દવાઓ લેવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, આ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીએમએમસી અને સફદરજંગ હોસ્પિટલ પરિસરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો એકત્રિત ન થાય તે માટે હોસ્પિટલની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

