VIDEO: જેસલમેરમાં સોલર પેનલ ધરાશાયી
સોર્સ : GSTV
રાજસ્થાનના જેસલમેરમાં ગઈકાલે આવેલ ભારે વાવાઝોડાને કારણે એક હોટેલની છત પરથી સોલર પેનલ્સ નીચે પટકાયાની દુર્ઘટના બની હતી. આ આકસ્મિક ઘટનામાં નીચે ઉભેલા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વાવાઝોડાના જોરદાર પવનને લીધે હોટેલની છત પર લાગેલી સોલર સિસ્ટમ અચાનક તૂટી પડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પ્રશાસને ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે. વાવાઝોડાને પગલે અન્ય વિસ્તારોમાં પણ નુકસાનના અહેવાલો સામે આવ્યા છે.

