મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઇ: મલાડ વિસ્તારમાં 20 માળની નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, ત્રણ શ્રમિકોના મોત

મહારાષ્ટ્રના મુંબઇના મલાડ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડતા ત્રણ શ્રમિકોના મોત થયા

મુંબઇ: મલાડ વિસ્તારમાં 20 માળની નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, ત્રણ શ્રમિકોના મોત

મહારાષ્ટ્રના મુંબઇના મલાડ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડતા ત્રણ શ્રમિકોના મોત થયા છે. આ દૂર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. આ ઘટના પૂર્વ મલાડના ગોવિંદ નગર વિસ્તારમાં બપોરના 12:10 વાગ્યે ઘટી હતી. 

એક અધિકારીએ કહ્યું, "20 માળની નિર્માણાધીન બિલ્ડિંગનો સૌથી ઉપરના માળનો સ્લેબનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ ત્રણ શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા."

આ સમાચાર શેર કરો