મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શિવસેના-UBT નેતાઓએ ઈંધણ અને રાંધણ ગેસના ભાવવધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન..

મુંબઈના દાદર વિસ્તારમાં શિવસેના પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા ઈંધણ અને રાંધણ ગેસના

મુંબઈના દાદર વિસ્તારમાં શિવસેના પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા ઈંધણ અને રાંધણ ગેસના સતત વધી રહેલા ભાવવધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વધતી જતી મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની ઉગ્ર માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ ખાલી ગેસ સિલિન્ડર અને પ્લેકાર્ડ સાથે જોડાઈ હતી. શિવસેના-UBT નેતાઓએ જણાવ્યું કે આ ભાવવધારાને કારણે સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને જો સરકાર ટૂંક સમયમાં ભાવો નહીં ઘટાડે તો આગામી દિવસોમાં આ જનઆંદોલન સમગ્ર મુંબઈમાં વધુ તેજ કરવામાં આવશે..

આ સમાચાર શેર કરો