VIDEO: ગ્રામીણ વીજળીકરણ યોજનાઓમાં ગંભીર બેદરકારી, PAC ચેરમેન કે.સી. વેણુગોપાલના ઊર્જા મંત્રાલય પર આકરા પ્રહારો
પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC)ના અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલએ ઊર્જા મંત્રાલય (Power Ministry) અને ગ્રામીણ વીજળીકરણ કાર્યક્રમ (Rural Electrification Program) સંબંધિત ઓડિટ રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ મંત્રાલયની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પહોંચાડવાની યોજનાઓમાં ઘણી કમીઓ અને યોજનાઓ રજૂ કરવામાં મોટો વિલંબ જોવા મળ્યો છે. ઓડિટ રિપોર્ટ દ્વારા ગ્રામીણ વીજળીકરણ કાર્યક્રમમાં રહેલી અનેક ક્ષતિઓ અને વિલંબ સામે આવ્યા છે, જેના પર PAC બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રાલયના સચિવે ઓડિટ રિપોર્ટના આધારે ઊર્જા મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાં (Action Taken Report) અંગે સમિતિને માહિતગાર કર્યા હતા. કે.સી. વેણુગોપાલે સ્પષ્ટ કર્યું કે સચિવની રજૂઆત છતાં ઊર્જા મંત્રાલયની કામગીરીમાં હજી પણ ઘણી મોટી ખામીઓ જોવા મળી રહી છે. સંસદીય સમિતિએ ઊર્જા મંત્રાલયને સ્પષ્ટ અને આકરા નિર્દેશો આપ્યા છે અને આ તમામ મુદ્દાઓને ઉકેલવા માટે એક નક્કર એક્શન પ્લાન સાથે રજૂ થવા જણાવ્યું છે.

