VIDEO: કેન્દ્ર- પશ્ચિમ બંગાળ વચ્ચે કોલકાતામાં કૃષિ અને ગ્રામીણ વિકાસ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક, શિવરાજ સિંહ ચૌહાણે કર્યું વૃક્ષારોપણ
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે કોલકાતામાં રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે મળીને રાજ્યના સચિવાલય 'નબન્ના' ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
પર્યાવરણના જતન અને હરિયાળીના સંદેશ સાથે બંને નેતાઓએ આ વૃક્ષારોપણ કર્યું હતું. કૃષિ અને ગ્રામીણ વિકાસ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકઆ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે પશ્ચિમ બંગાળમાં કૃષિ, ખેડૂત કલ્યાણ યોજનાઓ, ગ્રામીણ રસ્તાઓ, આવાસ અને રોજગાર જેવા મહત્વના વિષયો પર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સહયોગ વધારવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પીએમ-કિસાન (PM-KISAN), પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજના જેવા ફ્લેગશિપ કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

