Surat news: તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારોને પાઠવી નોટિસ, મૃતકના પિતાએ કરી હતી અરજી

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનાર પિતાએ સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે બાદ કોર્ટે કેન્દ્ર, તમામ રાજ્ય સરકારો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સંલગ્ન વિભાગોને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
ચાર અઠવાડિયામાં જવાબો રજૂ કરવા આદેશ
સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનાર પિતા દિનેશ કેવડિયાએ દાખલ કરેલી જાહેરહિત અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે. કોર્ટે કેન્દ્ર, તમામ રાજ્ય સરકારો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સંલગ્ન વિભાગોને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. અરજીમાં પીડિતોને પર્યાપ્ત વળતરની સમાન નીતિ, દોષિત અધિકારી-બિલ્ડરોની જવાબદારી, દેશવ્યાપી ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ નિયમોનું કડક પાલનની માંગ કરવામાં આવી છે. અગ્નિકાંડમાં દીકરો ગુમાવનાર પિતાની અરજી પર કોર્ટે ચાર અઠવાડિયામાં જવાબો રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે 5 જાન્યુઆરી 2026ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

