VIDEO: પીએમ આવાસ યોજના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ લાભાર્થીઓને સોંપી ઘરની ચાવીઓ, ગરીબોનું પાકા ઘરનું સપનું થયું સાકાર
હરિયાણાના જિંદમાં આજે ગરીબ - મધ્યમ વર્ગીય પરીવારોને ઘરનું ઘર અર્પણ કરવામાં આવ્યું હતું. દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના ઘરનું સપનું પૂરું કરી આપવાના ઉદ્દેશ્ય સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G) ના લાભાર્થીઓને પાકા મકાનોની પ્રતીકાત્મક ચાવીઓ અર્પણ કરી છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાને તમામ લાભાર્થી પરિવારોને નવા ઘર માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશના દરેક જરૂરિયાતમંદ પરિવારને તમામ મૂળભૂત સુવિધાઓ ધરાવતું પાકું મકાન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ યોજના માત્ર રહેઠાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ગરીબ પરિવારોને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર આપે છે.
ગ્રામીણ ભારતના વિકાસમાં મહત્વનું પગલું
પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ હેઠળ ગામડાઓમાં વસતા આર્થિક રીતે નબળા પરિવારોને પાકા મકાનો બનાવવામાં આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજના હેઠળ મળતા મકાનોમાં શૌચાલય, વીજળી કનેક્શન અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
રાજકીય વિશ્લેષકો અને નિષ્ણાતોના મતે, આ યોજના ગ્રામીણ ભારતના સામાજિક-આર્થિક વિકાસ અને ગરીબોના સશક્તિકરણમાં એક ગેમ-ચેન્જર સાબિત થઈ રહી છે. વડાપ્રધાનના હસ્તે ચાવીઓ મળતા જ લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

