Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Decisions will be taken by people absent in the meeting...' Before the monsoon session, Jairam Ramesh's big sarcasm on PM Modi and Amit Shah!

VIDEO: 'નિર્ણયો તો બેઠકમાં ગેરહાજર લોકો જ લેશે...' ચોમાસુ સત્ર પહેલા જયરામ રમેશનો પીએમ મોદી અને અમિત શાહ પર મોટો કટાક્ષ!

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આગામી ચોમાસુ સત્ર અંગે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, "આ સત્રમાં રામ મંદિર અને NEET કૌભાંડ સહિત પરીક્ષા પ્રણાલીને લગતી ગેરરીતિઓ જેવા અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. શિક્ષણ મંત્રી દેશની શિક્ષણ વ્યવસ્થાને સંભાળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે, જેના કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે."

App Store

સર્વપક્ષીય બેઠક અંગે કટાક્ષ કરતા રમેશે ઉમેર્યું કે, "દર વખતની જેમ આ બેઠકની અધ્યક્ષતા પણ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. વિવિધ પક્ષોના નેતાઓ પોતપોતાની ચિંતાઓ અને મુદ્દાઓ રજૂ કરશે, જ્યારે મંત્રીઓ તેને શાંતિથી સાંભળીને માત્ર નોંધ લેશે. પરંતુ, અંતિમ નિર્ણયો તો એ જ લોકો લેશે જેઓ આ બેઠકમાં હાજર નથી—એટલે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી."