મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છત્તીસગઢ- મહારાષ્ટ્ર બોર્ડરે સુરક્ષા દળોએ 1 મહિલા સહિત 3 નક્સલીઓને કર્યા ઠાર

છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નારાયણપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો અને

છત્તીસગઢ- મહારાષ્ટ્ર બોર્ડરે સુરક્ષા દળોએ 1 મહિલા સહિત 3 નક્સલીઓને કર્યા ઠાર

છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નારાયણપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં 2 પુરુષ અને 1 મહિલા સહિત 3 નક્સલી માર્યા ગયા. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી એકે 47 અને અન્ય હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. 

જણાવી દઈએ કે, સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલીઓ હોવાની સંભાવના છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષાદળોએ નક્સલીઓ પાસેથી ત્રણ ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.
 
https://twitter.com/ANI/status/1838204409605709958

નારાયણપુરના એસપી પ્રભાત કુમારે આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. બસ્તરના આઈજી પી સુંદરરાજ સમગ્ર એન્કાઉન્ટર પર નજર રાખી રહ્યા છે. એન્કાઉન્ટર ચાલુ છે. સૈનિકો તરફથી જોરદાર જવાબી કાર્યવાહી ચાલી રહી છે. જણાવી દઈએ કે દંતેવાડા અને બીજાપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 12 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. રવિવારે આત્મસમર્પણ કરનારાઓમાં ત્રણ મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓ પર 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ સામેની લડાઈ હવે નિર્ણાયક સ્થિતિમાં જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરવાની જાહેરાત પછી સુરક્ષા દળોએ નક્સલવાદી સંગઠનોની કમર તોડવા માટે બસ્તરના વિવિધ જિલ્લાઓમાં મોટા ઓપરેશન હાથ ધરવાનું શરૂ કર્યું છે. બસ્તરના નારાયણપુર જિલ્લામાં એસપી પ્રભાત કુમાર નક્સલવાદીઓ વિરુદ્ધ સતત એક પછી એક સફળ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો