VIDEO: રુદ્રપ્રયાગ: અલકનંદા નદીના જળસ્તરમાં વધારો, નમામિ ઘાટ જળમગ્ન
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને પગલે અલકનંદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને પગલે અલકનંદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેણે સ્થાનિક તંત્રની ચિંતા વધારી દીધી છે. નદીના જળસ્તર વધવાને કારણે પ્રખ્યાત નમામિ ગંગે ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદીના વહેણમાં આવેલા ઉછાળાને પગલે કિનારાના વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીનું સ્તર જોખમી સપાટીની નજીક પહોંચતા પ્રશાસને ઘાટ તરફ જતા રસ્તાઓને પણ બંધ કરી દીધા છે. સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને નદીના કિનારે ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે, જેને પગલે સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ એલર્ટ મોડ પર છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે.




