મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકીનીમાં ભારે પુર

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અવિરત અને

તસવીર: gstv

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે હિમાલયની બે મુખ્ય નદીઓ અલકનંદા અને મંદાકિનીમાં ભારે પૂર આવ્યું હતું. બન્ને નદીમાં પુર આપતી વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. નદીનું જળસ્તર ૬૨૩.૧૦ મીટર સુધી પહોચી ગયું હતું. પહાડી વિસ્તારમાં ભારે વરસાદ ચાલું રહેતા જળસ્તર વધાવાની પુરી સંભાવના જોવાઇ રહી છે. બન્ને નદીઓ પ્રવાસન ક્ષેત્રમાં આવેલી હોવાથી વહીવટી તંત્ર વધારે સર્તક થઇ ગયું છે. રુદ્રપ્રયાગના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે અલકનંદા અને મંદાકીનીનું ભયજનક સ્તર ૬૨૭ મીટર છે. હાલમાં નદી 623 મીટરની ઉચાઇ પર વહી રહી છે. બન્ને નદીઓમાં પાણીનો પ્રવાહ એટલો મોટો છે કે ગમે ત્યારે ભયજનક સપાટી વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડી વિસ્તારમાં હજુ પણ વધારે વરસાદ પડી શકે છે. ઉતરાખંડમાં આવેલા બે પવિત્ર યાત્રાધામ કેદારનાથ અને બદ્રીનાથ આ બન્ને નદીના મુખ્ય માર્ગ પર આવેલા છે. નદી કિનારાના વિસ્તારોમાં દરરોજ સ્થાનિક અને દેશ-વિદેશના સેંકડો પ્રવાસીઓની ભારે અવરજવર રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કડક એડવાઇઝરી અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને નદી કિનારે વસતા સ્થાનિક લોકોને સુરક્ષિત અને ઊંચાઈવાળા સ્થળોએ ખસી જવા તાકીદ કરી છે,  તમામ ઘાટ, હોટેલો અને બજારોમાં લાઉડસ્પીકર તથા વોટ્સએપ ગ્રૂપ્સ દ્વારા સતત ચેતવણી આપવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાને અગ્રીમતા આપીને સેલ્ફી ન લેવા અને નદી કિનારે ન જવા સુચના આપવામાં આવી હતી. તંત્ર દ્રારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અને પોલીસના જવાનોને સર્તક રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો