Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Royal Navy: A British Royal Navy team will arrive in India on Sunday to move the F-35B fighter jet that has been grounded for 21 days

Royal navy: 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને ખસેડવા રવિવારે બ્રિટિશ રોયલ નેવીની ટીમ ભારત આવશે

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Royal navy: 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને ખસેડવા રવિવારે બ્રિટિશ રોયલ નેવીની ટીમ ભારત આવશે

Thiruvananthapuram airport : બ્રિટેનની રૉયલ નેવીનું F-35B ફાઈટર જેટ છેલ્લા 21 દિવસોથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંધ હાલત છે, ત્યારે હવે ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયર આવતીકાલે રવિવારે (6 જુલાઈ) તિરુવનંતપુરમ પહોંચશે. આમાં લગભગ 25 ટેકનિકલ નિષ્ણાતો ભાગ લેશે, જેઓ આ ફાઇટર એરક્રાફ્ટમાં રહેલી ખામીઓનું મૂલ્યાંકન કરશે.

App Store

21 દિવસથી બંધ છે F-35B ફાઈટર જેટ
મળતી માહિતી મુજબ, બ્રિટિશ ટેકનિશિયનો નક્કી કરશે કે આ  F-35B જેટનું ભારતમાં સમારકામ કરી શકાય છે કે તેને બ્રિટન પાછું લઈ જવું પડશે. ભારતે નજીકના MRO (જાળવણી, સમારકામ અને ઓવરહોલ) સુવિધામાં તેનું સમારકામ કરવાની પણ ઓફર કરી હતી. અહેવાલો મુજબ, જો જરૂર પડે તો  F-35B ને આંશિકરૂપે ખોલીને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના માધ્યમથી બ્રિટેન મોકલી શકાય. 

આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી 3 - image

14 જૂને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું
બ્રિટિશ રૉયલ નેવીનું આ ફાઈટર જેટ HMS Prince of Wales કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે. જેમાં હત 14 જૂનના રોજ ટેક્નિકલ ખામીના કારણે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ પછી ફાઈટર જેટને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યું છે. 

બ્રિટિશ હાઈ કમિશન મુજબ, ભારત સરકારની તરફથી વિમાનને એરપોર્ટ સ્થિત MRO ફેસિલિટિમાં શિક્ટ કરવાના પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવ્યો છે. બ્રિટિશ એન્જિનિયરોના આગમન પછી, વિમાનને હેંગરમાં લઈ જવામાં આવશે. જેથી અન્ય વિમાનોના સમયપત્રકમાં કોઈ વિક્ષેપ ન પડે.

ઉલ્લેખનીય છે કે, F-35B લાઈટનિંગ એ વિશ્વનું સૌથી આધુનિક પાંચમી પેઢીનું ફાઈટર જેટ છે, જેની કિંમત લગભગ 110 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.915 કરોડ છે. તે શોર્ટ ટેક-ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ (STOVL) ક્ષમતાથી સજ્જ છે અને મર્યાદિત વિસ્તારવાળા નાના ડેક અથવા બેઝ પરથી ઉડાન ભરવામાં સક્ષમ છે. ઇમરજન્સી લેન્ડિંગના થોડા દિવસો 
પછી, ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે, તે બ્રિટિશ ટીમને વિમાનનું સમારકામ કરવા અને તેના પરત ફરવાની ખાતરી કરવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડશે.