Bihar Election: મોહનિયા બેઠક પરથી શ્વેતા સુમનનું નામાંકન રદ, RJDએ અપક્ષ ઉમેદવારને ટેકો આપી રાજકીય સોગઠા ગોઠવ્યા

બિહારની ચૂંટણીને હવે ફક્ત 12થી 15 દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો એડી ચોટીનું ડોર લગાવી રહ્યા છે. બિહારમાં તમામ પક્ષોએ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરીને દમદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ વચ્ચે મોહનિયા બેઠકથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં
મોહનિયાથી RJD ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન રદ
મોહનિયાથી RJD ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન રદ થયા બાદ, RJDએ ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. NDA દ્વારા આ બેઠક માટે કોઈ ઉમેદવાર ઉભા ન રાખતા, આરજેડીએ પોતાનો ટેકો અપક્ષ ઉમેદવાર રવિશંકર પાસવાનને આપ્યો છે. RJDના પ્રતીક પર ચૂંટણી લડી રહેલી શ્વેતા સુમનનું નામાંકન આજે રદ કરવામાં આવ્યું છે.
RJDએ અપક્ષ ઉમેદવારને આપ્યો ટેકો
રદ થવાથી NDAને ફાયદો ન થાય તે માટે આરજેડીએ આ પગલું ભર્યું છે. રવિશંકર પાસવાન ભૂતપૂર્વ સાંસદ છેદી પાસવાનના પુત્ર છે. તેઓ મોહનિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પાસવાન બુધવારે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવને મળ્યા હતા. બેઠક બાદ, આરજેડીએ મોહનિયા બેઠક પર રવિશંકર પાસવાનને સત્તાવાર રીતે ટેકો આપવાની જાહેરાત કરી હતી.
શ્વેતા સુમનનું નામાંકન રદ
કૈમૂર જિલ્લાની મોહનિયા વિધાનસભા બેઠક પરથી આરજેડી ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન આજે રદ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, શ્વેતાએ 2020 ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાને પોતાનું ગૃહ રાજ્ય જાહેર કર્યું હતું, પરંતુ આ ચૂંટણીમાં તેણે પોતાને બિહારની રહેવાસી જાહેર કરી હતી. ભાજપે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. હવે તેનું નામાંકન રદ કરવામાં આવ્યું છે.સુમન મહાગઠબંધનમાંથી પ્રથમ ઉમેદવાર નથી જેમનું નામાંકન રદ થયું છે. અગાઉ, ત્રણ અન્ય મહાગઠબંધન ઉમેદવારોના નામાંકન રદ કરવામાં આવ્યા છે.

