Video: નીલાંબુરમાં ટોળાથી વિખૂટા પડેલા હાથીના બચ્ચાનું રેસ્ક્યૂ

કેરળના નીલાંબુરમાં ટોળાથી વિખૂટા પડી ગયેલા જંગલી હાથીના બચ્ચાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ટોળાથી અલગ થયા બાદ બચ્ચું એકલું અને મુશ્કેલીમાં મુકાયું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચ્ચાને સુરક્ષિત રીતે બચાવ્યું હતું. રેસ્ક્યૂ બાદ હાથીના બચ્ચાને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા તેની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બચ્ચાને ફરી તેના ટોળા સાથે ભેળવવાની શક્યતાઓ પણ તપાસવામાં આવી રહી છે.
જાહેરાત











