VIDEO:દિલ્હીમાં ભારે વરસાદથી રાહત, એરપોર્ટ-રસ્તાઓ પર પાણી ભરાયા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ભારે વરસાદ પડતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. લાંબા સમયથી ગરમીનો સા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ભારે વરસાદ પડતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ T3 વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યોમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો અને રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં, મુસાફરોને એરપોર્ટ પહોંચવામાં અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી સમયમાં પણ વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. આ વરસાદે દિલ્હીનું વાતાવરણ ખુશનુમા બનાવી દીધું છે, પરંતુ ટ્રાફિક પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.




