સાયબર ફ્રોડ સામે RBIનું સુરક્ષા કવચ: એક ક્લિકમાં વ્યવહારો બંધ થશે, મોટા ટ્રાન્ઝેક્શન માટે 'ટ્રસ્ટેડ પર્સન'ની મંજૂરી જરૂરી

સાયબર ફ્રોડ સામે RBIનું સુરક્ષા કવચ: એક ક્લિકમાં વ્યવહારો બંધ થશે, મોટા ટ્રાન્ઝેક્શન માટે 'ટ્રસ્ટેડ પર્સન'ની મંજૂરી જરૂરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બેન્કના બચત કે કરન્ટ એકાઉન્ટ ધરાવનારા ખાતેદારોને રીઝર્વ બેન્કે 'સ્ટોપ સ્વિચ અને 'ટ્રસ્ટેડ પર્સદ કરવાની પદ્ધતિને અપનાવવા દેવાની નવી વ્યવસ્થા કરી આપનાવવાનો વિકલ્પે રીઝર્વ બેન્કે નિર્ણય કર્યો છે. સ્ટોપ સ્વિચ એક એવી ઇમરજન્સી સુવિધા છે, જેના દ્વારા ગ્રાહક એક જ પગલામાં પોતાના ખાતામાંથી થતા તમામ ભાવિ ગ્રાહક-પ્રેરિત આઉટગોઇંગ ડેબિટ્સ તાત્કાલિક બંધ કરી શકશે. સ્ટોપ સ્વિચ સક્રિય થાય ત્યારે ગ્રાહક નવા ડેબિટ ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકતા નથી. ત્યારબાદ નવા મેન્ડેટ કે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ બનાવી શકતા નથી અને નવી થર્ડ-પાર્ટી યુપીઆઈ એપ પર ખાતું રજિસ્ટર કરી શકતા નથી.જોકે, ખાતામાં આવતા નાણાં (ઇનકમિંગ ક્રેડિટ્સ) ચાલુ રહેશે અને અગાઉથી શરૂ થયેલા રિકરિંગ મેન્ડેટ્સ, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ તથા લોનના હપ્તા કે ચાજસ જેવા બેન્ક-પ્રેરિત ડેબિટ્સ આ નિયંત્રણની બહાર રહેશે. પહેલી જુલાઈ ૨૦૨૭થી નવી વ્યવસ્થા અમલમાં આવી જશે.

અત્યાર સુધીનું માળખું છેતરપિંડી થયા પછી ગ્રાહકની જવાબદારી અને વળતર પર કેન્દ્રિત હતું, પરંતુ આ નવી દરખાસ્તો નાણાં ખાતામાંથી બહાર જાય તે પહેલાં જ ગ્રાહકોને નિયંત્રણ કરવાની તક આપીને છેતરપિંડી અટકાવવાની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવતો હતો. પરંતુ, હવે રીઝર્વ બેન્કે દાખલ કરેલી સ્વૈચ્છિક 'ટ્રસ્ટેડ પર્સનના મિકેનિઝમ હેઠળ ગ્રાહક ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને ખાતું ચલાવવા માટે નોમિનેટ કરી શકશે. ખાતામાં થતાં વહેવારો માટે જે તે વ્યક્તિએ નિયુક્ત કરેલી વ્યક્તિને પૂછવામાં આવશે. તેની સૂચના મળતાં જ પેમેન્ટ અટકાવી દેવામાં આવશે.આ જ રીતે ગ્રાહકે નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમના ફંડ ટ્રાન્સફરને મંજૂરી આપી શકશે. ટ્રસ્ટેડ પર્સનને ટ્રાન્ઝેક્શનની વિગતો મળશે અને તેમણે એક કલાકમાં પ્રતિસાદ આપવો પડશે. તદુપરાંત નિર્ધારિત સમયમાં મંજૂરી ન મળે કે ટ્રાન્સફર નકારવામાં આવે તો વ્યવહાર રદ થશે. આ સુવિધા માટે ગ્રાહક અને ટ્રસ્ટેડ પર્સન બંનેની સ્પષ્ટ સંમતિ જરૂરી છે, અને ટ્રસ્ટેડ પર્સનને ખાતાની કોઈ એક્સેસ કે વ્યવહારોની જવાબદારી રહેશે નહીં.

જાહેરાત

રિઝર્વ બેન્કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં વધી રહેલી છેતરપિંડીને અટકાવવા માટે ૨૩ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ મહત્વપૂર્ણ ડ્રાફ્ટ સુધારાનો નિર્દેશો આપીને ખાતેદારો સાથે થતાં ફ્રોડ ઓછા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસ્તાવો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોમશયલ બેન્ક્સ માટે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારો રિસ્પોન્સિબલ બિઝનેસ કન્ડક્ટની વ્યવસ્થામાં પાંચમો સુધારો દાખલ કરતા આદેશ ૨૦૨૬ હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો કોમશયલ બેન્કો, સ્મોલ ફાઈનાન્સ બેન્કો, પેમેન્ટ્સ બેન્કો, રિજનલ રૂરલ બેન્કો, લોકલ એરિયા બેન્કો અને શહેરી તથા ગ્રામીણ સહકારી બેન્કોને લાગુ પડશે.

યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, મર્ચન્ટ પેમેન્ટ્સ અને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન, ઈ-મેન્ડેટ કે એનએસીએચના માધ્યમથી કરવામાં આવતા રિકરિંગ પેમેન્ટ્સ આ વ્યવસ્થામાં આવરી લેવાયા નથી. અગાઉ એપ્રિલ ૨૦૨૬ના ચર્ચાપત્રમાં ૭૦ વર્ષથી વધુ વયના ગ્રાહકો માટે વિચારાયેલી આ સુવિધા હવે તમામ ખાતેદારો માટે પ્રસ્તાવિત છે, જ્યારે ફરજિયાત એક કલાકના કૂલિંગ પિરિયડનો વિકલ્પ પડતો મૂકીને ગ્રાહક-નિયંત્રિત વિકલ્પ પસંદ કરાયો છે.

નવું ખાતું ખોલતી વખતે તમામ ડિજિટલ પેમેન્ટ ચેનલો ડિફોલ્ટ રૂપે બંધ રાખવી પડશે અને ગ્રાહકની સ્પષ્ટ સંમતિ તથા ઓથેન્ટિકેશન બાદ જ શરૂ થશે. નવી શરૂ થયેલી ચેનલ પર પ્રથમ ૨૪ કલાક માટે જોખમ આધારિત પ્રારંભિક ટ્રાન્સફર મર્યાદા રહેશે. ગ્રાહકો બ્રાન્ચ, ઓટો ટેલરિંગ મશીન-એટીએમ, ઇન્ટરનેટ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કોઈપણ ડિજિટલ ચેનલ ચાલુ કે બંધ કરી શકશે, પ્રતિ વ્યવહાર, પ્રતિ લાભાર્થી અને દૈનિક મર્યાદા નક્કી કરી શકશે, ચોક્કસ સમયગાળા માટે ચેનલ બ્લોક કરી શકશે તેમજ ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉપયોગ પર નિયંત્રણ રાખી શકશે.

તેની સાથે જ બેન્કની 'બેદરકારીદ ની વ્યાખ્યા વિસ્તૃત કરી દેવામાં આવી છે. નવી વ્યાખ્યા હેઠળ બેન્કે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ન આપવું પડશે. તેમાં ફરજિયાત એલર્ટ ન મોકલવા, ચોવીસે કલાક અને સાતેય દિવસ ફરિયાદ ચેનલ ન રાખવી, ફરિયાદ પર ત્વરિત પગલાં ન લેવા, નિયંત્રણો કે ટ્રસ્ટેડ પર્સન વ્યવસ્થાનો અમલ ન કરવો, સિસ્ટમ ખામી, સુરક્ષા ભંગ અથવા સ્ટાફ, થર્ડ-પાર્ટીની મિલીભગતનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત