Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ranchi Hotel Politics: Cross-Voting Fears For Both Blocs nda, india block

રાંચીમાં Hotel Politics: 2 બેઠકો પર 3 ઉમેદવારો, NDA અને INDIA બ્લોક બંનેને 'ક્રોસ વોટિંગ' નો ડર

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
રાંચીમાં Hotel Politics: 2 બેઠકો પર 3 ઉમેદવારો, NDA અને INDIA બ્લોક બંનેને 'ક્રોસ વોટિંગ' નો ડર
સોર્સ : gstv

ઝારખંડમાં રાજ્યસભા (Rajya Sabha) ની બે બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. અહીં બેઠકો ભલે બે છે, પરંતુ મેદાનમાં ઉમેદવારો ત્રણ છે. આ રસપ્રદ ત્રિપાંખીયા જંગને કારણે સત્તારૂઢ 'ઇન્ડિયા' બ્લોક (INDIA Block) અને વિપક્ષી NDA બંને છાવણીમાં ક્રોસ વોટિંગ (Cross Voting) નો ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પરિણામો પોતાની તરફેણમાં લાવવા માટે બંને પક્ષો પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

  • બેઠકો અને ઉમેદવાર: ૨ બેઠકો માટે ૩ ઉમેદવારો મેદાનમાં હોવાથી પેચ ફસાયો.

  • ત્રિપાંખીયો જંગ: જેએમએમ (JMM) ના બૈદ્યનાથ રામ, કોંગ્રેસ (Congress) ના પ્રણવ ઝા અને એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી વચ્ચે મુકાબલો.

  • ધારાસભ્યોની નાકાબંધી: ધારાસભ્યો તૂટે નહીં તે માટે એનડીએના ધારાસભ્યોને હોટેલમાં રાખવામાં આવ્યા હતા.

  • પરિણામો બદલાવવાની ભીતિ: સંખ્યાબળમાં ઇન્ડિયા ગઠબંધન આગળ હોવા છતાં આંતરિક અસંતોષ પરિણામ બદલી શકે છે.

ઉમેદવારોનું ગણિત અને જોરદાર ટક્કર

ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના ઉમેદવાર બૈદ્યનાથ રામની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. ખરી લડાઈ બીજી બેઠક માટે છે, જ્યાં કોંગ્રેસના પ્રણવ ઝા અને એનડીએનું સમર્થન મેળવનારા અપક્ષ ઉમેદવાર [Independent Candidate] પરિમલ નથવાણી વચ્ચે કાંટાની ટક્કર છે. જો કે આંકડાની દૃષ્ટિએ સત્તારૂઢ ઇન્ડિયા બ્લોકનું પલ્લું ભારે છે, પરંતુ જો વિપક્ષી ખેમો ક્રોસ વોટિંગ કરાવવામાં સફળ રહેશે તો આખી બાજી પલટાઈ શકે છે.

હોટેલ પોલિટિક્સ અને બસ દ્વારા એન્ટ્રી 

ક્રોસ વોટિંગની આશંકાઓને જોતા એનડીએ એ મંગળવારે જ પોતાના તમામ ધારાસભ્યોને રાંચીની એક લક્ઝરી હોટેલમાં શિફ્ટ કરી દીધા હતા. આજે મતદાનના દિવસે આ તમામ ધારાસભ્યો એકસાથે બસમાં સવાર થઈને રાંચી સ્થિત વિધાનસભા (State Assembly) ખાતે પહોંચ્યા હતા. બસમાંથી ઉતરતી વખતે ધારાસભ્યોએ મીડિયા સામે વિક્ટ્રી સાઈન (Victory Sign) બતાવીને એકજૂથતાનો દાવો કર્યો હતો. બીજી તરફ, ઇન્ડિયા ગઠબંધન પણ પોતાના ધારાસભ્યો સાથે સતત બેઠકોના દોર કરીને ડેમેજ કંટ્રોલ (Damage Control) માં વ્યસ્ત રહ્યું હતું.

'ઝારખંડ પોતાના આત્મસન્માન માટે અડગ રહેશે' - મંત્રી શિલ્પી તિર્કી 

આ તણાવપૂર્ણ રાજકીય માહોલ વચ્ચે ઝારખંડના મંત્રી શિલ્પી તિર્કીએ ગઠબંધનની જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આજે અમે સંપૂર્ણ એકજૂથતા સાથે વિધાનસભા તરફ આગળ વધી રહ્યા છીએ. દેશભરમાં જે રીતે ધારાસભ્યોની ખરીદ-વેચાણ થઈ રહી છે, લાલચ આપીને પક્ષો તોડવામાં આવી રહ્યા છે, તેવા સમયમાં મને પૂરો વિશ્વાસ છે કે ઝારખંડ પોતાના આત્મસન્માન અને ગરિમાની રક્ષા માટે અડગ ઊભું રહેશે."

App Store