Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ram temple donation theft case: Clean chit for former general secretary Champat Rai and Anil Mishra, who were accused the most

રામ મંદિર દાન ચોરી કેસમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, જેમના પર લાગ્યા હતાં સૌથી વધુ આરોપ 

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રામ મંદિર દાન ચોરી કેસમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, જેમના પર લાગ્યા હતાં સૌથી વધુ આરોપ 
સોર્સ : gstv

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી વિવાદ વચ્ચે ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયને ક્લિનચીટ મળી ગઈ છે. ચંપત રાયની સાથે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને પણ ક્લિનચીટ મળી છે. મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ (SIT) પોતાનો અંતિમ રિપોર્ટ સરકારને સોંપ્યો હતો, જે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું નામ નથી. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત એસઆઈટીની તપાસ હજુ ચાલુ છે.

App Store

ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ

સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઈટી રિપોર્ટમાં કુલ 8 લોકોના નામ સામેલ છે, જેની પહેલાથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. દાન ચોરીનો મામલો સામે આવ્યા પછીથી જ ચંપત રાય અને અનિલ મિશ્રાની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા હતા. આક્ષેપોના કારણે જ બંનેએ ટ્રસ્ટમાં પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું હતું. હવે એસઆઈટી રિપોર્ટમાં બંનેને ક્લીન ચિટ મળી ગઈ છે. એટલે કે તપાસ એજન્સીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે ચંપત રાય અને અનિલ મિશ્રાની દાન ચોરીના મામલામાં કોઈ ભૂમિકા નથી.

જણાવી દઈએ કે આ રિપોર્ટ એ એસઆઈટીનો છે, જેની રચના યુપીની યોગી આદિત્યનાથ સરકારે કરી હતી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ બનાવાયેલી બીજી એસઆઈટી હજુ પણ મામલાની તપાસ કરી રહી છે. યોગી સરકાર દ્વારા ગઠિત એસઆઈટીનો અંતિમ તપાસ રિપોર્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી દેવામાં આવ્યો છે.

FIRમાં આ 8 આરોપીઓના નામ

રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહને આપેલી ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆરમાં અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ, કરુણેશ પાંડે અને રામ શંકર યાદવ ઉર્ફે ટીનુનું નામ છે. તમામ વિરુદ્ધ બીએનએસ (BNS) ની સંબંધિત કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એસઆઈટીના પ્રારંભિક રિપોર્ટમાં ગણતરી ખંડમાંથી રોકડ રકમની ચોરી ઝડપાઈ હોવાનો ઉલ્લેખ છે. 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે મળેલા સીસીટીવીમાં ગણતરી ખંડમાંથી 70 વખત રોકડ છુપાવીને લઈ જતા કર્મચારીઓની પ્રવૃત્તિઓ કેદ થઈ હતી. આ મામલામાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું નામ પણ ખૂબ ઉછળ્યું હતું. તેમના પર પણ અનેક આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. પરંતુ તપાસ રિપોર્ટમાં તેમનું નામ ક્યાંય નથી.

યોગી સરકારે કરી હતી એસઆઈટીની રચના

જણાવી દઈએ કે રામ મંદિર ટ્રસ્ટની વિનંતી પર યોગી સરકારે ત્રણ સભ્યોની એસઆઈટીની રચના 13 જૂને કરી હતી. સિનિયર અફસર વિજય વિશ્વાસ પંતની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટી દ્વારા સરકારને સોંપાયેલા પ્રારંભિક રિપોર્ટના આધારે જ અનેક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એસઆઈટીના પ્રારંભિક રિપોર્ટના આધારે 25 જૂને આ મામલામાં પહેલી એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં 8 નામાંકિત અને અન્ય અજ્ઞાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

ટોપિક્સ:GSTV NewsGujarati News