VIDEO: વડોદરા પોલીસ માટે મકરપુરા ખાતે શરૂ થયું નિરામય વેલનેસ સેન્ટર
સોર્સ : gstv
વડોદરામાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ શારીરિક તેમજ માનસિક રીતે વધુ મજબૂત અને સ્વસ્થ બને તે હેતુથી 'નિરામય વેલનેસ સેન્ટર'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરના હસ્તે આ વેલનેસ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અવિરત અને તણાવપૂર્ણ ફરજ બજાવતા પોલીસ જવાનોમાં ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે આ સેન્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દિનપ્રતિદિન વધતા માનસિક તણાવને દૂર કરી કર્મચારીઓની સુખાકારી અને સક્ષમતા વધારવા માટે વડોદરા પોલીસ દ્વારા લેવાયેલું આ કદમ ખરેખર આવકારદાયક અને પ્રેરણાદાયી છે.

