VIDEO: વડોદરાના તરસાલી વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે કર્યું આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન
સોર્સ : gstv
વડોદરાના તરસાલી-દંતેશ્વર વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં ગત અઠવાડિયે જન્મદિનના દિવસે જ મેહુલ ભરતસિંહ દરબાર નામના યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સામાન્ય તકરારના સમાધાન માટે બોલાવીને ચપ્પુના ઘા મારી કરાયેલી આ હત્યા કેસમાં મકરપુરા પોલીસે એક્શન મોડમાં આવીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગંભીર ગુનાની કડીઓ જોડવા અને ઘટનાક્રમની સાચી વિગતો મેળવવા માટે પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લાવીને કડક સુરક્ષા વચ્ચે ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. પોલીસની આ સઘન તપાસથી હત્યાકાંડના અન્ય રહસ્યો પરથી પણ પડદો ઉંચકાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

