VIDEO: PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા!
15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં વપરાયેલા એક શબ્દે સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી દીધી છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલીઓ સામે દેશે મોટી સફળતા મેળવી છે, પરંતુ હજુ પણ એવા દિમાગી નક્સલી મોજૂદ છે જે વિચારધારા દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાની તક શોધી રહ્યા છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર રાજકીય ચર્ચા અને વ્યંગ શરૂ થઈ ગયો. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર દિમાગી નક્સલ પાર્ટી નામનું એક નવું પેજ સામે આવ્યું છે. પેજ લાઈવ થયાના 24 કલાકની અંદર જ આ હેન્ડલ પર 1.8 લાખથી વધુ ફોલોઅર્સ જોડાઈ ચૂક્યા છે. અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દ્વારા કથિત રીતે યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરાયા બાદ કોકરોચ જનતા પાર્ટી નામે હેન્ડલ શરૂ થયું હતું, જેણે 10 દિવસમાં 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. તેવી જ રીતે હવે વડાપ્રધાનના નિવેદન બાદ આ નવું પેજ વાયરલ થઈ રહ્યું છે..

