Video: દિલ્હીમાં અચાનક વરસાદથી અનાજનો મોટો જથ્થો પલળ્યો, 5થી 20 ટકા નુકસાનનો દાવો

દિલ્હીમાં કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં રાખવામાં આવેલા અનાજનો જથ્થો પલળતાં વેપારીઓને નુકસાન થયું છે. અનાજ બજારના પ્રમુખ સુશીલ મિત્તલના જણાવ્યા મુજબ અલગ-અલગ ડેરીઓમાં અંદાજે 5થી 20 ટકા જેટલો માલ વરસાદમાં પલળ્યો છે. જોકે, સતત વરસાદ વરસી રહ્યો હોવાથી વરસાદ અટક્યા બાદ જ નુકસાનનો ચોક્કસ અંદાજ મળી શકશે. બીજી તરફ ખેતરોમાં કાપીને રાખવામાં આવેલી ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે તાજેતરમાં વાવેલી સરસવનો પાક પણ વરસાદથી બગડી શકે છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે ઘઉંનું વાવેતર મોડું થવાની શક્યતા છે.







