Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rain with gusty winds forecast in 17 states including Gujarat

ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
સોર્સ : gstv

દેશભરમાં ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 25મી જૂન માટે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઍલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આગામી કલાકોમાં 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. વન વિભાગ અને હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપી છે.

App Store

કયા રાજ્યોમાં આફતનું એંધાણ?

હવામાનની આ તીવ્ર અસર મહારાષ્ટ્રથી બિહાર, દિલ્હીથી પશ્ચિમ બંગાળ અને પર્વતીય રાજ્યોથી લઈને દક્ષિણ ભારત સુધી સ્પષ્ટપણે જોવા મળશે. મુંબઈ અને પાલઘરમાં રેડ ઍલર્ટની સ્થિતિ હજુ પણ અમલમાં છે. પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વાવાઝોડાનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. ભારતસમાચાર

એકસાથે 5થી વધુ વેધર સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યાનુસાર,હાલમાં દેશ પર એકસાથે અનેક શક્તિશાળી હવામાન પ્રણાલીઓ કાર્યરત છે જેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દરિયાની સપાટી પર મોન્સૂન ટ્રફ (વરસાદ ઉત્પન્ન કરતો પટ્ટો) હાલ રાજસ્થાનથી છેક બિહાર સુધી ફેલાયેલો છે. બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત હરિયાણા, ગુજરાત અને લક્ષદ્વીપ પર પણ અલગ-અલગ સ્તરે ચક્રવાતી સિસ્ટમ બનેલી છે. જ્યારે ઉત્તર પ્રદેશ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે આગામી થોડા દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના વધુ ભાગોમાં ઝડપથી આગળ વધશે.

ઘણાં વિસ્તારોમાં 80 થી 85 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ખેડૂતોના ઊભા પાકને મોટું જોખમ છે. વીજળી અને વાવાઝોડાની આશંકા વચ્ચે લોકોએ સુરક્ષિત સ્થળોએ રહેવું. ખાસ કરીને ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીવાળા વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ન કરવો. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા વખતે ખુલ્લા મેદાનમાં અથવા ઝાડ નીચે આશરો લેવાનું ટાળવું.