Video: રાયગઢમાં ભીષણ આગ

મહારાષ્ટ્રના રાયગઢમાં પ્લેટિનમ વેરહાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વેરહાઉસમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં વેરહાઉસમાં સંગ્રહિત કેમિકલ્સ પણ આવી જતાં મોટું નુકસાન થયું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો અંગે વધુ માહિતી સામે આવવાની બાકી છે.
જાહેરાત







