Video: કોંગ્રેસ અને સપા વચ્ચે ફસાયેલો પેચ ઉકેલવા પ્રિયંકા ગાંધીને મળી મોટી જવાબદારી

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દિલ્હીમાં કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે બેઠકોની વહેંચણી સન્માનજનક હોવી જોઈએ. સમાજવાદી પાર્ટી અમારી મહત્વની સહયોગી પાર્ટી છે અને દરેકને સાથે લઈને ચાલવું પડશે. સૂત્રો મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ સાથે બેઠકોની વહેંચણી અને અન્ય ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર મંથન તેમજ સંકલન સાધવા માટે કોંગ્રેસે 5 સભ્યોની એક ખાસ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં પ્રિયંકા, વેણુગોપાલ, રાજેન્દ્ર પાલ, મસૂદ અને આરાધના મિશ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં જ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે કોંગ્રેસે રાજ્યની 403 બેઠકોમાંથી 181 બેઠકોની માંગણી કરી છે. આ ઉપરાંત, અખિલેશ યાદવ સ્વામી પ્રસાદ મૌર્યને ગઠબંધનમાં લેવાનો પણ ઈનકાર કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે મૌર્યની રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ તેઓ ગઠબંધનમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત