મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'ચૂંટણી ટાણે જાહેરમાં રોતા શીખ્યા છે પીએમ, પાકિસ્તાનના બે ફાડિયા કરનાર ઈન્દિરા પાસેથી કંઈક શીખો': પ્રિયંકા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નંદૂરબાર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પાડવીના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધ

VIDEO: 'ચૂંટણી ટાણે જાહેરમાં રોતા શીખ્યા છે પીએમ,  પાકિસ્તાનના બે ફાડિયા કરનાર ઈન્દિરા પાસેથી કંઈક શીખો': પ્રિયંકા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નંદૂરબાર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પાડવીના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણોને ખોખલા ગણાવ્યા. સાથે જ આરોપ લગાવ્યો કે તેઓ રાજનીતિનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા માટે કરી રહ્યા છે, ન કે લોકોની સેવા માટે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું, કે 'ચૂંટણી સમયે મંચ પર આવીને નાના બાળકની જેમ રડવા લાગે છે. કહે છે કે, મને ગાળ આપી.'

ભાજપે આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન નથી કરતું : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી જે પણ બોલે છે, તે ખોખલી વાતો છે. તેમાં કોઈ વજન નથી હોતું. મને નરેન્દ્ર મોદીની કોઈ આદિવાસીના ઘરે જઈને તેમની સમસ્યાઓ સમજવાની એક તસવીર બતાવો. તમારી સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન કરવું રાજકીય નેતાઓનું કર્તવ્ય છે. ભાજપ આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન નથી કરતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને નવા સંસદ ભવનના ઉદ્ધાટન કરવા અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાની મંજૂરી ન અપાઈ. જ્યારે હકીકતમાં સન્માન આપવાની વાત આવે છે તો મોદીજી પાછળ હટી જાય છે.'

ચૂંટણી સમયે વડાપ્રધાન મોદી મંચ પર બાળકની જેમ રડવા લાગે છે : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, મોદીજી એક બાળકની જેમ રડે છે અને કહે છે કે તેમની સાથે દુર્વ્યવહાર કરાઈ રહ્યો છે. અરે હિંમત રાખો મોદીજી, આ જાહેર જીવન છે. ઈન્દિરા ગાંધીથી શીખો. દુર્ગા જેવી મહિલા, જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા. તેમની બહાદુરી, સાહસ અને દૃઢ સંકલ્પથી શીખો, પરંતુ તમે તો તેમને રાષ્ટ્રવિરોધી કહો છો, તમે તેમની પાસેથી શું શીખી શકો છો.

ઉત્તરપારામાં આયોજિત સભામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી જેવી વાત કરે છે, તેવી વાત આજ સુધી દેશના કોઈ વડાપ્રધાન અને મહાપુરૂષે નથી કરી. તેઓ જનતા વચ્ચે ભ્રમ ફેલાવીને કોંગ્રેસને નબળી પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. જનતા હવે ભાજપની હકીકત સમજી ગઈ છે.'

આ સમાચાર શેર કરો