મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદીની વારાણસીથી જીતની હેટ્રિક, અજય રાયે કહ્યું- ‘3 કલાકમાં તો PMનો પરસેવો છૂટી ગયો હતો’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજી વખ

મોદીની વારાણસીથી જીતની હેટ્રિક, અજય રાયે કહ્યું- ‘3 કલાકમાં તો PMનો પરસેવો છૂટી ગયો હતો’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજી વખત જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 6 લાખ 12 હજાર 970 વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 4 લાખ 60 હજાર 457 વોટ મળ્યા છે. પીએમ મોદીએ વારાણસી સીટ પર 1 લાખ 52 હજાર 513 વોટથી જીત મેળવી છે. પીએમ મોદી આ પહેલા 2014 અને 2019માં લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. પીએમ મોદી એક જ સીટ પરથી સતત જીતનારા ત્રીજા વડાપ્રધાન બન્યા છે. અગાઉ આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના નામે નોંધાયેલો હતો.

કોને કેટલા મત મળ્યા?

પક્ષ      ઉમેદવાર          મત
ભાજપ      નરેન્દ્ર મોદી   612970 (જીત)
કોંગ્રેસ      અજય રાય  460457
બસપા      અથર જમાલ લારી 33766


અજય રાયે પીએમ મોદીની જીત પર ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વારાણસી લોકસભા સીટના ઉમેદવાર અજય રાયે પીએમ મોદીની જીત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન મોદી 3 કલાક પાછળ રહ્યા હતા. 1.5 લાખ મતોથી જીતવા માટે તેમનો પરસેવો છૂટી ગયો હતો. રાહુલ ગાંધી રાયબરેલીથી 4 લાખ જેટલા મતોથી જીતી રહ્યા છે. આ સાબિત કરે છે કે ભારતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા મોદી કરતા ઘણી વધુ છે."

આ સમાચાર શેર કરો