મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video : કોલ્હાપુરમાં દબાણ હટાવો ઝુંબેશ, તવારે હોટલ વિસ્તારમાં તોડફોડ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તવારે હોટલ વિસ્તારમાં મંગળવારે વહીવટીતંત્ર દ્વારા એક મોટી કા

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તવારે હોટલ વિસ્તારમાં મંગળવારે વહીવટીતંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસના કાફલા સાથે મળીને વર્ષોથી સરકારી અને આરક્ષિત જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા હતા. આ વિસ્તારમાં અનેક અનધિકૃત સ્ટ્રક્ચર્સ અને શેડ ઉભા કરવામાં આવ્યા હતા, જેના કારણે વારંવાર ટ્રાફિક અને દબાણની ફરિયાદો મળતી હતી. મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં દબાણ દૂર ન થતા આજે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ડિમોલિશન દરમિયાન સ્થાનિકો  દ્વારા વિરોધ પણ જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી નિર્વિધ્ને પૂર્ણ કરવામાં આવી હતી. આ ઝુંબેશથી સ્થાનિકોને મોટી રાહત મળી છે, કારણ કે દબાણને કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા હતા. તંત્રની આ કાર્યવાહી હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરાશે તેવા સંકેત મળ્યા છે.

આ સમાચાર શેર કરો