Video: બેંગલુરુમાં મેટ્રો લોકાર્પણની તૈયારી

બેંગલુરુમાં પિંક લાઇન મેટ્રોના નવા સ્ટ્રેચના લોકાર્પણને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પિંક લાઇન મેટ્રો સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમને લઈને મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સ્ટેશન પર સાફ-સફાઈ સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર અને મેટ્રો વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
જાહેરાત







