Video: જલંધરમાં છઠ્ઠ પૂજાની તૈયારીઓ

પંજાબના જલંધરમાં છઠ્ઠ પૂજાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંદાજે 20 ઘાટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. છઠ્ઠ પૂજાના પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી શક્યતા છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ વર્ષે અંદાજે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની અપેક્ષા છે. ઘાટની સફાઈ, સજાવટ અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તહેવારને લઈને સ્થાનિક લોકો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છઠ્ઠ પૂજાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરાવવા તૈયારીઓ તેજ બનાવાઈ છે.
જાહેરાત







