મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM નરેન્દ્ર મોદીમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી જેટલી પણ તાકાત નથી:ભાજપ કાર્યકરોમાં ગણગણાટ

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી છવાયા છે. વ્હ

PM નરેન્દ્ર મોદીમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી જેટલી પણ તાકાત નથી:ભાજપ કાર્યકરોમાં ગણગણાટ

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી છવાયા છે. વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જે રીતે ઝેલેન્સકીએ ખખડાવી નાખી યુક્રેનના સ્વમાનનું રક્ષણ કર્યું છે એનાથી વિશ્વ આખુ પ્રભાવિત થઈ ગયું છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, વારેતહેવારે દેશાભિમાનની વાતો કરતા રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેલેન્સકી પાસે શીખવાની જરૂર છે.

નરેન્દ્ર મોદી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એમનું અપમાન કર્યું હોવા છતાં સામનો કરવાને બદલે મોદી ચૂપ થઈ ગયા હતા. ભાજપના જ કેટલાક કાર્યકરો અંદરખાને એવી વાતો કરે છે કે, મોદીમાં ટ્રમ્પ સામે સાચી વાત કરવાની તાકાત નથી. ભાજપના કેટલાક નેતાઓ ખાનગીમાં કહી રહ્યા છે કે, મોદીએ કમસે કમ ઝેલેન્સકી પાસે શીખવું જોઈએ કે રાષ્ટ્ર માટેનો સાચો આદર કોને કહેવાય.

આ સમાચાર શેર કરો