મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પીએમ મોદીની ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન વિદેશ યાત્રાનો પ્રથમ તબક્કો ઈન્ડોનેશિયાના જાકાર્તા ખાતે યોજાયો છે.. જે ભારતન

તસવીર: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન વિદેશ યાત્રાનો પ્રથમ તબક્કો ઈન્ડોનેશિયાના જાકાર્તા ખાતે યોજાયો છે.. જે ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી' અને પ્રાદેશિક સહયોગમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યો છે. વડાપ્રધાને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ 'કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'ને વધુ સઘન બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતનો પ્રભાવ વધારવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે બંને દેશો વચ્ચેનો સહયોગ અત્યંત મહત્વનો છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં વધતો સહકાર, વેપાર-વાણિજ્યમાં વધારો અને ક્રિટિકલ મિનરલ્સ જેવા વ્યૂહાત્મક સંસાધનોની આપ-લે અંગે થયેલી સમજૂતીઓ બંને દેશોના આર્થિક ભવિષ્ય માટે આશાસ્પદ છે.

આ સમાચાર શેર કરો