વડાપ્રધાન મોદી રશિયા- ઓસ્ટ્રિયાના પ્રવાસે જશે, જાણો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ઈટાલીના પ્રવાસે ગયા હતા. ત્યારે હવે રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે જશે. પીએમ મોદી 8 જુલાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ઈટાલીના પ્રવાસે ગયા હતા. ત્યારે હવે રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે જશે. પીએમ મોદી 8 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાશે જશે. જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.
યુક્રેન યુદ્ધ બાદ પહેલી વાર રશિયા જશે
આખી દુનિયાની નજર પીએમ મોદીના પ્રવાસ પર રહેશે. કેમ કે, યુક્રેન યુદ્ધ બાદ પહેલી વાર રશિયા જવાના છે. જેમાં બંને નેતાઓ વચ્ચે થનારી ચર્ચા પર સૌ કોઈની નજર રહેશે.






