Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi should clarify on Operation Sindoor issue: Rahul Gandhi

VIDEO: ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ કરાવનાર ટ્રમ્પ કોણ? પીએમ મોદી સ્પષ્ટતા કરેઃ રાહુલ ગાંધી

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ કરાવનાર ટ્રમ્પ કોણ? પીએમ મોદી સ્પષ્ટતા કરેઃ રાહુલ ગાંધી
સોર્સ : GSTV

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવા અંગે કહ્યું, "પીએમ મોદી આ અંગે કોઈ નિવેદન આપી શકતા નથી. તેઓ શું કહેશે કે યુદ્ધવિરામ ટ્રમ્પે કરાવ્યો છે. તેઓ આ કહી શકતા નથી પરંતુ સત્ય એ છે કે... આખી દુનિયા જાણે છે કે ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યું. 

App Store

https://x.com/AHindinews/status/1947921989173424227

અમે ફક્ત યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માંગતા નથી પરંતુ બીજા ઘણા મુદ્દાઓ છે - સંરક્ષણ મુદ્દાઓ, ઓપરેશન સિંદૂર... પરિસ્થિતિ સારી નથી, પીએમ મોદી નિવેદન આપી શકતા નથી. ટ્રમ્પ 25 વાર કહી ચૂક્યા છે કે, મેં યુદ્ધવિરામ કરાવ્યો, યુદ્ધવિરામ કરાવનાર ટ્રમ્પ કોણ? આ તેમનું કામ નથી. પરંતુ પીએમ મોદીએ એક પણ વાર આ મુદ્દે જવાબ આપ્યો નથી. જરૂર દાળમાં કંઈક કાળું છે. પીએમ મોદી ખુલીને કેમ કોઈ વાત શેર કરતા નથી. 

https://x.com/AHindinews/status/1947925698632684028

મતદાર યાદીમાંથી ૫૨ લાખ મતદારોના નામ દૂર કરવા મુદ્દે લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "આ ફક્ત બિહારની વાત નથી, તેમણે મહારાષ્ટ્રમાં પણ ચોરી કરી છે. અમે ચૂંટણી પંચને મતદાર યાદી બતાવવા કહ્યું હતું પરંતુ તેમણે બતાવી નહીં.... અમે કર્ણાટકમાં તેમની મોટી ચોરી પકડી છે, હું એ ચૂંટણી પંચને બતાવીશ. હવે તેમણે બિહારમાં સિસ્ટમ સંપૂર્ણપણે બદલી નાખી છે. તેઓ મતદાર યાદીમાંથી ઘણા લોકોના નામ દૂર કરીને નવી યાદીઓ બનાવી રહ્યા છે. દેશમાં ચૂંટણીઓ ચોરી લેવામાં આવે છે. આ સત્ય છે.