PM મોદીએ દેશના ખેડૂતોને આપી ભેટ, દિવાળી પહેલા ખાતામાં આવ્યા 2000 રૂપિયા
PM મોદીએ દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ કિસાન

PM મોદીએ દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ કિસાનનો 18મો હપતો રિલીઝ કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાનો 18મા હપ્તા હેઠળ 2000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના વાશિમમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ PM Kisanનો 18મો હપતો રિલીઝ કર્યો હતો. 20 હજાર કરોડ રૂપિયા સીધા 9.4 કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ કિસાનનો 18મા હપતો હેઠળ 20 હજાર કરોડ રૂપિયા કરતા વધુની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી. સમ્માન રાશી મેળવનારા ખેડૂતોની સંખ્યા 94196678 છે. મહત્ત્વપૂર્ણ છે કે પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળે છે. આ પૈસા 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
લાભાર્થી લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારૂં નામ
- પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ.
- અહીં જઇને farmer cornerના ઓપ્શનને સિલેક્ટ કરો.
- ન્યૂ પેજ ઓપન થશે જેમાં beneficiary list પર ક્લિક કરો.
- રાજ્ય, જિલ્લા, બ્લૉક અને ગામનું નામ સિલેક્ટ કરો.
- તે બાદ get report પર ક્લિક કરો.






