'PM મોદી કોઈપણ હદ સુધી જઈ શકે છે, PMOમાંથી કેજરીવાલ પર હુમલાનું ષડયંત્રઃ સંજય સિંહે લગાવ્યા આ આરોપ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે BJP અને નરેન્દ્ર મોદી સરકાર પર ઘણા ગંભીર આરો

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે BJP અને નરેન્દ્ર મોદી સરકાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. સોમવારે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સંજય સિંહે કહ્યું કે, આજે પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલ પર હુમલા અને ધમકીને લઈને છે. એમાં પીએમઓનું ષડયંત્ર છે.
સંજય સિંહે કહ્યું કે, ભાજપે અરવિંદ કેજરીવાલ પર ઘણી વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. હવે તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે. પટેલ નગર મેટ્રો સ્ટેશન અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેનું સમગ્ર સંચાલન ભાજપ અને પીએમઓ કરી રહ્યા છે. મોદીજીએ નફરતની ભાવનામાં એટલા બધા આગળ વધી ચૂક્યા છે કે, તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.
આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, હું સરકાર, પ્રશાસન અને ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે, જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે સીધી રીતે ભાજપ અને પીએમઓ જવાબદાર હશે. તેમણે કહ્યું, “પટેલ નગર મેટ્રોનો ફોટો છે. અંકિત ગોયલ નામના વ્યક્તિ દ્વારા ધમકી લખવામાં આવી છે. જો તમે તેની ભાષા વાંચો તો તે બરાબર એ જ ભાષા છે જે ભાજપ બોલે છે. પટેલ નગર મેટ્રો સ્ટેશન અને મેટ્રોની અંદર અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાની ધમકીઓ લખવામાં આવી રહી છે. રાજીવ ચોક મેટ્રો સ્ટેશને પણ આવી જ ધમકીઓ લખાઈ છે.
'ધમકી આપનારની ભાષા ભાજપ જેવી'
આપ પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો વતી અમે ચૂંટણી પંચને પત્ર લખીને મુલાકાત માટેનો સમય પણ માગીશું. જો સીએમ કેજરીવાલને સહેજ પણ ખરોચ આવી તો તેના માટે PMO અને ભાજપ જવાબદાર હશે. સંજય સિંહે કહ્યું કે આ એ જ ભાષા છે જે ભાજપની ભાષા છે. ભાજપ આવા દુષ્ટ માનસિકતાવાળા લોકોનો ઉપયોગ કરે છે. આમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. આ એ જ ભાષા છે જે ભાજપ બોલે છે. ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની નોંધ લેવી જોઈએ અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.






