મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Pawan Kalyanના પત્નીએ પૂર્ણ કરી માનતા, પુત્ર માટે તિરુમાલા મંદિરમાં કરાવ્યું મુંડન

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ (Pawan Kalyan) ના પત્ની અન્ના કોનિડેલા (Anna Konidela)

Pawan Kalyanના પત્નીએ પૂર્ણ કરી માનતા, પુત્ર માટે તિરુમાલા મંદિરમાં કરાવ્યું મુંડન

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ (Pawan Kalyan) ના પત્ની અન્ના કોનિડેલા (Anna Konidela) એ રવિવારે તિરુમાલા મંદિરમાં મુંડન કરાવીને પોતાની માનતા પૂર્ણ કરી હતી. જ્યારે તેમનો પુત્ર માર્ક શંકર અકસ્માતનો ભોગ બન્યો ત્યારે તેમણે આ માનતા રાખી હતી.

માર્ક શંકર તાજેતરમાં સિંગાપોરમાં સમર કેમ્પમાં હાજરી આપતી વખતે આગની દુર્ઘટનામાં ઘાયલ થયો હતો. આ ઘટના 8 એપ્રિલના રોજ બની હતી, જેમાં ધુમાડાને કારણે તેના હાથ અને પગ દાઝી ગયા હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી.

શ્રદ્ધા વ્યક્ત કરતા મંદિરમાં અર્પણ કરાયેલા વાળ

અન્ના કોનિડેલા (Anna Konidela) એ તિરુમાલા મંદિર ખાતે પદ્માવતી કલ્યાણ કટ્ટામાં તેમના વાળ અર્પણ કર્યા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો. જનસેના પાર્ટી દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અન્નાએ માનતા રાખી હતી કે જો તેમના પુત્રનો જીવ બચી જશે, તો તેઓ ભગવાન વેંકટેશ્વરને પોતાના વાળ અર્પણ કરશે.

પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે પૂજામાં ભાગ લેતા પહેલા, અન્ના કોનિડેલા (Anna Konidela) એ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના નિયમો અનુસાર ગાયત્રી સદનમાં મંદિરના અધિકારીઓની હાજરીમાં એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે આ પત્રમાં ભગવાન વેંકટેશ્વરમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

અન્ના કોનિડેલા મૂળ રશિયન છે

નોંધનીય છે કે અન્ના કોનિડેલા (Anna Konidela) રશિયન મૂળના છે અને રશિયન ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મના છે. આમ છતાં, તેમણે ભારતીય પરંપરા અને નિયમો અનુસાર તિરુમાલામાં મુંડન વિધિ કરાવીને ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરી.

આ સમાચાર શેર કરો