મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટણામાં અનશન પર બેઠેલા પ્રશાંત કિશોરની અટકાયત, પોલીસ સવારે 4 વાગ્યે ઉઠાવી ગઇ

BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગણી સાથે પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોર અને

VIDEO: પટણામાં અનશન પર બેઠેલા પ્રશાંત કિશોરની અટકાયત, પોલીસ સવારે 4 વાગ્યે ઉઠાવી ગઇ

BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગણી સાથે પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોર અને કેટલાક વિરોધીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત પટના પોલીસે તે જગ્યાને પણ ખાલી કરી દીધી છે, જ્યાં જન સૂરજના સંસ્થાપક અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા હતા. પોલીસની ટીમ પ્રશાંત કિશોરને એમ્બ્યુલન્સમાં એઈમ્સમાં લઈ ગઈ છે.



સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાંત કિશોરને પટનાના ગાંધી મેદાનમાંથી બળજબરીથી દૂર કરવામાં આવ્યા હતા, અને પોલીસ તેમને એમ્બ્યુલન્સમાં લઈ ગઈ હતી. એઈમ્સમાં તેમને લઈ જવામાં આવ્યા હતા.પોલીસની આ કાર્યવાહી સોમવારે સવારે 3.30 થી 4 વાગ્યાની વચ્ચે થઈ જ્યારે પીકેને ગાંધી મેદાનમાંથી બળજબરીથી હટાવીને એમ્બ્યુલન્સમાં એમ્સ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન પીકે પોતાના સમર્થકો સાથે વિરોધ સ્થળ પર સૂઈ રહ્યા હતા.

તાજેતરની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઘણી જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા

બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની તાજેતરની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઘણી જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા. આ પછી પણ, 4 જાન્યુઆરીએ ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, દરમિયાન, જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોર 70મી BPSC પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધી મેદાનમાં ઉપવાસ પર બેઠા હતા. વહીવટીતંત્રે તેને "ગેરકાયદેસર" ગણાવીને ઉપવાસની જગ્યા બદલવાની અપીલ કરી હતી, પરંતુ તેમણે (પ્રશાંત કિશોર) તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કિશોરે કહ્યું, 'મુખ્યમંત્રી નીતીશ કુમારે વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવી જોઈએ, વિદ્યાર્થીઓ જે પણ નિર્ણય લેશે, હું તે જ કરીશ.'

આ પણ વાંચો: VIDEO : પુરીમાં જગન્નાથ મંદિર પર જોવા મળ્યું શંકાસ્પદ ડ્રોન, મચ્યો હડકંપ

PK 2 જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસ પરૉ

13 ડિસેમ્બરે બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) દ્વારા આયોજિત 70મી ઈન્ટિગ્રેટેડ (પ્રિલિમિનરી) સ્પર્ધાત્મક પરીક્ષાને રદ કરવાની માગણી સાથે જન સૂરજના સ્થાપકો ગુરુવાર, 2 જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસ પર છે. જો કે, BPSC એ 13 ડિસેમ્બરની પરીક્ષામાં હાજર રહેલા કેટલાક પસંદગીના ઉમેદવારો માટે ફરીથી પરીક્ષાનો આદેશ આપ્યો હતો. પ્રશ્નપત્ર લીકના આરોપોને કારણે આ પરીક્ષા વિવાદોમાં ઘેરાયેલી હતી.

આ સમાચાર શેર કરો