VIDEO: "સંસદ ચાલવા નથી દેતા અને બંધ રૂમમાં મૌન...!" રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના બેવડા વલણ પર ઊભા કર્યા મોટો સવાલ
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અને સંસદીય અવરોધ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના જ્યેષ્ઠ સાંસદ રવિશંકર પ્રસાદે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કર્યા છે. માધ્યમો સાથે વાતચીત કરતા રવિશંકર પ્રસાદે વિપક્ષના વલણ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "વિપક્ષ છેલ્લા કેટલાક દિવસોથી સંસદમાં સતત હંગામો મચાવી રહ્યો છે અને ગૃહની કામગીરી ચાલવા દેતો નથી.
બીજી તરફ, ઝારખંડમાં પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અશ્રુવાયુ (ટીયર ગેસ) ના શેલ છોડવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીઓ આ સમગ્ર મામલે સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી રહ્યા છે, તેમ છતાં રાહુલ ગાંધી આ મુદ્દે તદ્દન મૌન સાધીને બેઠા છે."તેમણે આગળ ઉમેર્યું હતું કે અન્ય રાજ્યોની ઘટનાઓ પર અવાજ ઉઠાવતા રાહુલ ગાંધીનું ઝારખંડની ઘટના પર મૌન રહેવું એ તેમની બેવડી નીતિ અને દોહરા વલણને છતું કરે છે.

