VIDEO: જોટાણાના મેમદપુરામાં લોહિયાળ ખેલ ખેતરમાં ચાલવા મુદ્દે પરિવાર પર હુમલો
સોર્સ : gstv
મહેસાણાના જોટાણા તાલુકાના મેમદપુરા ગામમાં ખેતરમાં ચાલવા જેવી સામાન્ય બાબતે એક પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. પરિવાર જ્યારે ઘરમાં શાંતિથી જમવા બેઠો હતો, ત્યારે પિતા-પુત્ર સહિત ચાર ઈસમો ધારીયા અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ હિંસક હુમલામાં વચ્ચે છોડાવવા પડેલી પાડોશી મહિલાના કપાળમાં પણ તલવાર ઝીંકી દેવામાં આવી હતી. આ લોહિયાળ સંઘર્ષમાં કાકી, ભત્રીજી, પતિ અને પુત્ર સહિત કુલ પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા સાંથલ પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

