Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Pahelgam attack led to ceasefire', Amit Shah answered

'પહેલગામ હુમલાથી સીઝફાયર', વિપક્ષના દરેક સવાલો મુદ્દે ગરજ્યા અમિત શાહ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
'પહેલગામ હુમલાથી સીઝફાયર', વિપક્ષના દરેક સવાલો મુદ્દે ગરજ્યા અમિત શાહ
સોર્સ : GOOGLE

અમિત શાહે ઓપરેશન સિંદૂર અંગે વિપક્ષના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, 2005થી 2011 દરમિયાન આતંકવાદીઓએ 27 ઘૃણાસ્પદ હુમલા કર્યા. જેમાં લગભગ એક હજાર લોકો માર્યા ગયા. અમિત શાહે કહ્યું કે ગઈકાલે આ લોકો કહેતા હતા કે, બૈસરનના ગુનેગારો પાકિસ્તાન ભાગી ગયા. તેમણે કહ્યું કે તેઓ (વિરોધીઓ) પૂછી રહ્યા હતા કે, બૈસરનના આતંકવાદીઓ ક્યાં ગયા, તો હું તમને કહીશ કે આપણી સેનાએ તેમને ઠોકી દીધા.

App Store

બાટલા હાઉસ ઘટના પર સોનિયાજી રડ્યા હતા

હું રાહુલ ગાંધીને પડકાર ફેંકું છું કે, તેઓ ગૃહમાં ઉભા રહીને દેશના લોકોને આ વાત જણાવે. તેમણે કંઈ કર્યું નહીં. અહીં તેઓ કહે છે કે, તમારા સમયમાં પણ ઘટનાઓ બની હતી, હું તેમને તફાવત સમજાવીશ. હવે કાશ્મીરમાં આતંકવાદીઓ બનતા નથી. તેમને પાકિસ્તાનથી આતંકવાદીઓ મોકલવા પડે છે. મેં એક વખત સલમાન ખુર્શીદને સોનિયા ગાંધીના ઘરમાંથી રડતા બહાર આવતા જોયા હતા. બાટલા હાઉસ ઘટના પર સોનિયાજી રડ્યા હતા. જો તેમને રડવું જ હતું, તો શહીદ મોહન સિંહ માટે રડવું જોઈતું હતું. જેઓ આતંકવાદીઓ માટે રડે છે તેમને આતંકવાદ વિશે પૂછવાનો કોઈ અધિકાર નથી. 

પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે - અમિત શાહ

અમિત શાહે કહ્યું કે નેહરુએ સુરક્ષા પરિષદના સભ્યપદ માટેના અમેરિકન પ્રસ્તાવને એમ કહીને નકારી કાઢ્યો કે, અમે તેને સ્વીકારી શકતા નથી. એનાથી ચીન જેવા મહાન દેશને નુકસાન થશે. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન સાથે કયા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે આપણા સૈનિકો ડોકલામમાં ચીન સાથે સામસામે બેઠા હતા, ત્યારે રાહુલ ગાંધી ચીની રાજદૂત સાથે મુલાકાત કરી રહ્યા હતા. ગાંધી પરિવારનો ચીન પ્રત્યેનો પ્રેમ ત્રણ પેઢીઓથી ઓછો થયો નથી. પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે.

પોટા બંધ કરીને કોને બચાવવા માંગતા હતા

ભારતના ભાગલા સ્વીકાર ના કર્યો હોત તો પાકિસ્તાન ક્યારેય પેદા ના થાત. આ આતંકવાદ વિશે વાત કરે છે. હું તમને 20 વર્ષની પરિસ્થિતિથી વાકેફ કરવા માંગુ છું. અટલજીની સરકારે 2002માં આતંકવાદનો અંત લાવવા માટે પોટા કાયદો લાવ્યા. કોંગ્રેસે તેને રદ કર્યો. રાજ્યસભામાં અમારી પાસે બહુમતી નહોતી. સંયુક્ત સત્ર બોલાવીને પોટા કાયદો પસાર કરવો પડ્યો. પોટા બંધ કરીને તમે કોને બચાવવા માંગતા હતા? વોટ બેંક માટે POTA બંધ કરીને તમે આતંકવાદીઓને બચાવ્યા. 2004 માં મનમોહન સિંહ સરકારમાં પ્રથમ મંત્રીમંડળમાં POTA રદ કરવામાં આવ્યું. આ પછી શું થયું? 2005માં રામલલાના કેમ્પ પર હુમલો થયો. અમિત શાહે મુંબઈ લોકલ ટ્રેનથી ડોડા, લખનૌ, વારાણસી, રામપુર CRPF કેમ્પ, પુણેની જર્મન બેકરી સુધીના સૈન્ય કાફલા સુધીના આતંકવાદી હુમલાઓ જણાવવા સાથે મૃતકોની સંખ્યા પણ જણાવી.

શિમલામાં કરાર થયો ત્યારે POK માંગવાનું ભૂલી ગયા

અમિત શાહે સરદાર પટેલના વિરોધ છતાં પંડિત નેહરુ UN ચાલ્યા ગયા. સિંધુ સમજૂતિનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, ઇન્દિરાજીએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું. આ એક મહાન વિજય હતો અને આપણે બધા તેના પર ગર્વ કરીશું પરંતુ યુદ્ધની ચમકમાં શું થયું. શિમલામાં કરાર થયો ત્યારે POK માંગવાનું ભૂલી ગયા. જો તે સમયે POK માંગી લીધું હોત તો. 15 હજાર ચોરસ કિલોમીટર કબજે કરેલી જમીન પણ આપી દીધી.

તમને પૂછવાનો અધિકાર પણ નથી

ગૃહમંત્રીએ કહ્યું કે ૧૯૫ પાકિસ્તાની અધિકારીઓ પર યુદ્ધ અપરાધોનો કેસ ચલાવવાનો હતો, પરંતુ ભુટ્ટો ઇન્દિરાજીની સામે જ છોડાવીને લઈ ગયા. જનરલ માણેકશાએ કહ્યું કે ભુટ્ટોએ ભારતીય નેતૃત્વને મૂર્ખ બનાવ્યું. તે આપણને શીખવી રહ્યા છે કે આ કરવામાં આવ્યું અને આ ન કર્યું. અરે ભાઈ, તમે પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છો, તમને પૂછવાનો અધિકાર પણ નથી. 

 62 ના યુદ્ધમાં શું થયું હતું

૧૯૭૧ પછી પીઓકે માંગવાનું બંધ કરી દીધું હતું. ૬૨ના યુદ્ધમાં શું થયું. ગઈકાલે જ કેટલાક કોંગ્રેસ સભ્યો ચીન વિશે પ્રશ્ન પૂછી રહ્યા હતા. અમિત શાહે કહ્યું, "આજે હું પૂછવા માંગુ છું કે, 62 ના યુદ્ધમાં શું થયું હતું. અક્સાઈ ચીનનો 30 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર ચીનને આપી દીધો. નેહરુજીએ ગૃહમાં કહ્યું કે ત્યાં ઘાસનું એક પત્તું ઉગતું નથી. તમે તે જગ્યાનું શું કરશો.