ઓપરેશન સિંદૂરમાં લોકસભામાં ઘમાસાણ, જાણો કોણે શું કહ્યું

સંસદમાં ઓપરેશન સિંદૂર પર બીજા દિવસે પણ ચર્ચા ચાલી રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાને સંબોધિત કર્યું હતું. અમિત શાહે ઓપરેશન મહાદેવ અને ઓપરેશન સિંદૂરને લઇને સદનને જણાવ્યું હતું. અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો કોઇ આતંકી સરહદ પાર કરશે તો માર્યો જશે. વિપક્ષમાંથી રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી-અખિલેશ યાદવ જેવા નેતાઓએ પણ પોતાની વાત કરી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા.
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે કરવામાં આવ્યું અને તેના જવાબમાં દેશના વડાપ્રધાને દ્રઢઇચ્છા શક્તિનો પરિચય કરાવતા ઓપરેશન સિંદૂરની સેનાને પરમિશન આપી અને આપણા વીર જવાનોએ બહાદુરીથી આતંકી અડ્ડાઓને ચુર ચુર કરવાનું કામ કર્યું. આ ઘટના પર જે ચર્ચા ચાલી રહી છે તેમાં ભાગ લેવા માટે હું ઉભો થયો છું.
પહેલગામમાં નિર્દોશ નાગરિકોની હત્યા કરવામાં આવી, ધર્મ પુછીને મારવામાં આવ્યા અને બર્બરતા સાથે આ હત્યા કરવામાં આવી તેની હું નિંદા કરૂ છું અને જે માર્યા ગયેલા છે તેમના પરિવારજનોની સંવેદના વ્યક્ત કરૂ છું.
ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાનના નાગરિક ઠેકાણાઓ પર ગોળીબાર કર્યો અને તેમાં પણ કેટલાક નાગરિકોને ઇજા થઇ, ગુરૂદ્વારા તૂટ્યુ,મંદિર તૂટ્યું જે પણ નાગરિક તેમાં ઘાયલ થયા છે તે તમામ પ્રત્યે સદન તરફથી સંવેદના વ્યક્ત કરૂ છું.
ઓપરેશન મહાદેવ પર અમિત શાહનું નિવેદન
ઓપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન ત્રણ આતંકવાદી સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં ઓપરેશન મહાદેવમાં માર્યા ગયા છે. આ જે સુલેમાન છે તે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો અને પહેલગામ આતંકી હુમલો અને ગગનદીપ આતંકી હુમલામાં સામેલ હતો. અફઘાન એ શ્રેણીનો લશ્કર-એ-તૈયબાનો આતંકી હતો અને જિબ્રાન પણ એ ગ્રેડ આતંકી હતો.
ઓપરેશન મહાદેવમાં 3 આતંકી ઠાર મરાયા,અમિત શાહ
ઓપરેશન મહાદેવની શરૂઆત 22 મે 2025એ થઇ હતી. જે દિવસે હત્યા થઇ તે રાત્રે સુરક્ષા મીટિંગ કરવામાં આવી આ પૂછતા હતા કોઇ ગયા નહીં માત્ર રાહુલ ગાંધી જ ગયા. 1 વાગ્યે હુમલો થયો હું સાડા પાંચ વાગ્યે શ્રીનગરમાં ઉતરી ચુક્યો હતો. 23 એપ્રિલે એક સુરક્ષા મીટિંગ કરવામાં આવી સૌથી પહેલા નિર્ણય લેવામાં આવ્યો કે નૃશન્સ હત્યારા છે તે પાકિસ્તાન ભાગી ના જાય અને તેમને ભાગવા ના દીધા.22 મેએ આઇબી પાસે એક હ્યુમન ઇન્ટેલ આવી કે એક વિસ્તારની અંદર દાચીગામ ક્ષેત્રમાં આતંકી હોવાની સૂચના મળી. મેથી 22 જુલાઇ સુધી સતત પ્રયાસ કરવામાં આવ્યા. ઠંડમાં ઊંચાઇ પર આપણા અધિકારી સિગ્નલ મેળવવા માટે ફરતા રહ્યાં. 22 જુલાઇએ અમને સેન્સરના માધ્યમથી સફળતા મળી અને આતંકી હોવાની પૃષ્ટી થઇ. ચાર પેરાના જવાનો, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો એક સાથે આ આતંકીઓને ઘેરવાનું કામ કર્યું, સેના,સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની મીટિંગ મળી, પાંચ હ્યુમન એસેટને ત્યા મોકલવામાં આવ્યા અને જે ઓપરેશન થયું તેમાં આપણા નિર્દોષ નાગરિકોને મારનારા ત્રણેય આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.
આતંકી માર્યા ગયા તેનો તમને આનંદ નથી- અમિત શાહ
અમિત શાહે ઓપરેશન મહાદેવ પર માહિતી આપતા વિપક્ષે વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે આતંકી માર્યા ગયા તેનો તમને આનંદ નથી. તમે આતંકીઓનો ધર્મ જોઇને દુખી ના થાવ.
ચિદમ્બરમના સવાલ પર અમિત શાહનો જવાબ
અમિત શાહે ચિદમ્બરમના સવાલ પર જવાબ આપ્યો હતો. અમિત શાહે સદનમાં કહ્યું કે, કાલે આ દેશના પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે સવાલ ઉઠાવ્યા કે શું પુરાવા છે કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા છે? આ ક્યારે ઉઠાવ્યા જ્યારે સંસદમાં ચર્ચા થવાની હતી. ચિદમ્બરમ શું કહેવા માંગે છે, પાકિસ્તાનને બચાવીને તમને શું મળશે? ચિદમ્બરમને કહેવા માંગુ છું કે અમારી પાસે પ્રુફ છે તે પણ સદન સામે રાખવા માંગુ છું કે ત્રણેય પાકિસ્તાની હતા. ત્રણમાંથી બેના પાકિસ્તાનના વોટર નંબર અમારી પાસે છે. આ રાઇફલ છે, તે પણ અમારી પાસે છે, તેમની પાસેથી ચોકલેટ મળી છે તે પણ પાકિસ્તાનની બનાવટની છે.
આ ચૂંટણીનું ભાષણ નથી, ગોગોઇને અમિત શાહનો જવાબ
ગોગોઇ કહેતા હતા મોદીજી 24એ પહેલગામ જવાની જગ્યાએ બિહાર ગયા. મોદીજી પહેલગામ ઘટના થઇ તે સમયે વિદેશમાં હતા તે બાદ ccs બેઠ કરી. મોદીજી બિહાર ગયા ત્યા કોઇ નહતું માત્ર રાહુલ ગાંધી હતા. ત્યાંથી તમામ લોકો પોતાના ઠેકાણા પર જતા રહ્યાં હતા. તેમને કહ્યું કે 24 એપ્રિલે ચૂંટણી ભાષણ આપ્યું. દેશનું નેતૃત્ત્વ કરનાર વડાપ્રધાનની ફરજ હોય છે કે દેશના નાગરિકો પર જઘન્ય અપરાધ થાય છે તો જવાબ આપવો જોઇએ.
22 એપ્રિલે પહેલગામનો આ હુમલો માત્ર પ્રવાસીઓ પર નહીં ભારતની આત્મા પર દુશાહસ પ્રહાર છે. આતંકીઓ અને તેનું ષડયંત્ર રચનારા સાથીઓ પર આતંકીઓને માટીમાં ભેળવી દેવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયો આ વાત પર એકજૂટ છે કે આતંકીઓના આકાઓની કમર તોડી નાખવામાં આવશે.આતંકવાદ ક્યારેય પણ ભારતની આત્મા તોડી શકવાનું નથી. ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશ.
અમિત શાહે આતંકીઓને ચેતવણી આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકીઓને ચેતવણી આપતા કહ્યું, 'જો કોઇ આતંકી ભારતની સરહદમાં ઘુસ્યુ તો તે બચશે નહીં,તેની ધરપકડ થશે અથવા માર્યો જશે.'
અમિત શાહે કહ્યું, 'પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે. જો તેમને વિભાજન સ્વીકાર ના કર્યું હોત તો આજે પાકિસ્તાન ના હોત.'
ગૃહમંત્રી બ્લેમ ગેમ રમે છે- કનિમોઝી
DMKના સાંસદ કનિમોઝીએ કહ્યું કે ભાજપે પ્રથમ વખત વિપક્ષમાં વિશ્વાસ કર્યો અને દેશનું પ્રતિનિધિત્ત્વ કરવા વિદેશ ગયેલા ડેલિગેશનમાં સામેલ કર્યા. અમે તેના માટે સરકારનો આભાર માનીયે છીએ પરંતુ તેની જરૂર કેમ પડી, કારણ કે શાંતિ ભંગ થઇ ગઇ હતી. ગૃહમંત્રી બ્લેમ ગેમ રમી રહ્યાં છે. તમે ત્રીજી વખત સત્તામાં છો અને બીજાને બ્લેમ કરો છો. ગૃહમંત્રી કાલે કહેતા હતા કે તમે 20 વર્ષ ત્યાં જ રહેશો. જનતા સર્વોપરી છે, અમે અહીં છીએ કારણ કે SIR જેવી વસ્તુ છે. તમે કહો છો કે તમે વિશ્વગુરૂ છો. કનિમોઝીએ મોદી સરકારમાં થયેલા આતંકી હુમલાને ગણાવતા કહ્યું કે તમારી પાસે તેનો કોઇ જવાબ નથી. તમે દર વખતે કહો છો કે આવું ફરી નહીં થાય. વિશ્વગુરુ કોઇને કંઇ નથી શીખવાડતા, તેની જવાબદારી કોણ લેશે?
મોદી સરકારે કોના દબાણમાં આવી સિઝ ફાયર કર્યું- અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન મોદી સરકારના સિઝ ફાયરને લઇને સવાલ પૂછ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે, "અમને અમારી સેના પર ગર્વ છે. સેનાએ ઓપરેશન શરૂ કર્યું તો પાકિસ્તાનના જેટલા ટેરરિસ્ટ કેમ્પ હતા તેમના પર હુમલો કર્યો. પાકિસ્તાની કેમ્પોને જ નષ્ટ ના કર્યા પાકિસ્તાની એરબેઝ સુધી પહોંચી ગયા અને તેને પણ ધ્વસ્ત કર્યા. જ્યારે આપણી સેના પાકિસ્તાનને હંમેશા માટે એકપાઠ ભણાવી શકતી હતી, એક એવો મેસેજ જતો કે પાકિસ્તાન ભવિષ્યમાં હિમ્મત ના કરી શકતું. PoKના મામલે તમામ એન્જિન એક દેખાય છે, જ્યાં PoK સુધી પહોંચવાની વાત હતી કે કેટલાક લોકો અમારો કબ્જો થઇ જશે, છ મહિનાની તક મળી જાય. સરકાર પાછળ કેમ હટી. શું કારણ હતું કે સરકારે સિઝ ફાયરનું એલાન કરવું પડ્યું. ક્યા દબાણમાં સરકાર સ્વીકાર કરી રહી છે."
પહેલગામ હુમલો ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતો તો તેની જવાબદારી કોની? અખિલેશ યાદવ
જે દિવસે પહેલગામ હુમલો થયો ત્યારે દરેક પ્રવાસી પૂછી રહ્યો હતો કે, ખતરા વચ્ચે રક્ષા કરનાર ત્યાં કોઇ કેમ નહતું. આ બધાના મનમાં સવાલ છે કે જે સમયે ઘટના બની તેમને બચાવનાર કેમ કોઇ નહતું. જે સરકાર એવો દાવો કરે છે કે 370 બાદ સરકારે કહ્યું કે ભવિષ્યમાં કોઇ આતંકી ઘટના નહીં બને. ત્યાં ટુરિઝમ વધશે, જેટલા લોકો ત્યા ગયા તે સરકારના વિશ્વાસે ગયા હતા. તે સરકારના આશ્વાસન પર ગયા હતા. અંતે સિક્યુરિટી લેપ્સની જવાબદારી કોણ લેશે? સૌથી મોટો સવાલ આ છે કે સિક્યુરિટી લેપ્સનો રિસ્પોન્સિબલ કોણ હશે? પહેલગામની ઘટના ઇન્ટેલિજન્સ ફેલ્યોરને કારણે છે તેમને મેદાનને ખુલ્લુ છોડી દીધુ. આ જવાબદારી કોની છે. સરકારે જરૂર જણાવવું જોઇએ કે સરકાર શું પગલા ભરી રહી છે કે ભવિષ્યમાં આવી ઘટના ના બને. પહેલગામ પહેલા પુલવામા પણ થયું. પુલવામામાં પણ આવી જ વાત કરવામાં આવી હતી કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે.જે લોકો મોટી મોટી વાતો કરીને જતા રહ્યાં તેનો જવાબ સરકાર તરફથી આવવો જોઇએ. સરહદ પર રક્ષા કરનારા જવાનો છે, તે આપણી સીમા સુરક્ષિત રાખે છે પણ આપણા ભારતનો ક્ષેત્રફળ શું છે અને સરકારે જાણકારી આપવી જોઇએ કે ભાજપ સત્તામાં આવી છે અને આજે જ્યારે અમે સદનમાં ચર્ચા કરી રહ્યાં છીએ તો આપણા ભારતનું ક્ષેત્રફળ શું છે. ક્ષેત્રફળ ખબર હોવી જોઇએ કારણ કે આપણે સવાલ પૂછીએ છીએ અને સવાલ પ્રવાસી પૂછી રહ્યાં હતા કે કેટલાક એવા લોકોને સરકાર તરફથી ચારે તરફથી સુરક્ષા ઘેરો કેમ આપવામાં આવે છે જે બાદમાં ઠગ સાબિત થાય છે. અમારી રક્ષા કેમ ના કરવામાં આવી. પહેલગામના બીજા દિવસે રાજકીય કાર્ટુન જે રીતનો ભાજપ લાભ લેવા માંગે છે. પહેલગામના બીજા દિવસે ભાજપના ઓફિશિયલ હેન્ડલથી પબ્લિશ કરવામાં આવ્યું અને વિરોધ થતા હટાવવામાં આવ્યું તો દુ:ખની આ સમયમાં ભાજપે શરમજનક હરકત કરી છે.અતિગંભીર પ્રશ્ન છે કે જેમને પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તેમના પર દબાણ મુકી નિવેદન બદલાવી દેવામાં આવે. પહેલગામના શહીદ સૈનિકના પત્નિ તરફથી સૌહાર્દની અપીલ કરવા પર મહિલા અને સાચો દેશપ્રેમી દુખી છે.
ઓપરેશન સિંદૂર સરકારની નિષ્ફળતાનું પ્રતિક- અખિલેશ યાદવ
ઓપરેશન સિંદૂરના નામે જે પ્રચાર કરવામાં આવ્યો તે નિંદનીય છે. સત્ય આ છે કે ઓપરેશન સિંદૂર થવું સરકારની નિષ્ફળતાનું પ્રતિક છે. ઓપરેશન સિંદૂર દરમિયાન વિદેશી લોકોએ દાવો કર્યો કે તેને તેમને રોકાવડાવ્યું છે.
પહેલગામ હુમલા સમયે ત્યાં કોઇ સિક્યુરિટી કેમ નહતી, જવાબદારી કોની?- પ્રિયંકા ગાંધી
પહેલગામ હુમલાને લઇને પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.22 એપ્રિલ 2025માં જ્યારે 26 દેશવાસીઓને પોતાના પરિવારજનો સામે ખુલ્લેઆમ મારવામાં આવ્યા ત્યારે આ હુમલો કેવી રીતે થયો, કેમ થયો?
આ લોકો બૈસારન ઘાટીમાં પહેલગામ પાસે શું કરતા હતા આજકાલ પબ્લિસિટીનો જમાનો છે, કેટલાક સમયથી આપણી સરકાર પ્રચાર કરતી હતી કે કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઇ ગયો છે. વડાપ્રધાને કહ્યું કે કાશ્મીર ચાલો, ફરો, કાશ્મીર જાઓ જમીન ખરીદો અને ત્યાં શાંતિનું વાતાવરણ છે. આ વચ્ચે શુભમ દ્વિવેદી કાનપુરના નવયુવાન અને તેમના પરિવારે નક્કી કર્યું કે તે કાશ્મીર જશે. શુભમ દ્વિવેદીના છ મહિના પહેલા લગ્ન થયા હતા. 22 એપ્રિલ 2025માં બૈસારન ઘાટીમાં વાતાવરણ સારૂ હતું.શુભમ પત્નિ સાથે સ્ટોલ પર ઉભો હતો અને ચાર આતંકી જંગલમાંથી નીકળે છે અને પત્નિ સામે જ તેને મારી નાખે છે.આખી ઘાટીમાં એક કલાક સુધી પસંદ કરીને મારે છે.
આખા સમયમાં એક કલાક સુધી ભારતીય નાગરિકોને મારવામાં આવતા હતા આ સમયે એક સુરક્ષા કર્મી જોવા ના મળ્યો. શુભમના પત્નિએ કહ્યું કે, મેં પોતાની દુનિયાને આંખો સામે ખતમ થતા જોઇ, એક સિક્યુરિટી ગાર્ડ નહતો. હું એમ કહી શકું છું કે દેશે સરકારે અમને ત્યાં અનાથ છોડી દીધા. સિક્યુરિટી કેમ નહતી ત્યાં, ત્યા કોઇ સૈનિક કેમ જોવા ના મળ્યું. સરકારને ખબર નહતી કે રોજ 1000થી 1500 પ્રવાસી જાય છે, ત્યાં પહોંચવા માટે જંગલના રસ્તે જવું પડે છે. કોઇ વ્યવસ્થા નહતી. આ લોકોને ભગવાન ભરોસે છોડી મુકવામાં આવ્યા. આ લોકો સરકારના ભરોસે ગયા અને સરકારે તેમને ભગવાન ભરોસે મુકી દીધા.
હું પૂછવા માંગુ છું કે આ દેશના નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોની છે? વડાપ્રધાનની નથી, શું ગૃહમંત્રીની નથી, શું સંરક્ષણ પ્રધાનની નથી? પહેલગામ હુમલાથી માત્ર બે અઠવાડિયા પહેલા ગૃહમંત્રી કાશ્મીર ગયા હતા, શા માટે ગયા હતા. જે સુરક્ષાની વ્યવસ્થા છે તેને જોવા માટે ગયા હતા. ત્યાં તેમને કહ્યું કે આતંકવાદ પર વિજય પ્રાપ્ત થયો છે, ત્રણ મહિના બાદ જમ્મુ કાશ્મીરના ગવર્નર ઇન્ટરવ્યૂમાં કહે છે કે બૈસારન ઘાટીમાં બેદરકારી થઇ અને તેના માટે હું જવાબદારી લઉં છું.
શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું,શું જવાબદારી લીધી?- પ્રિયંકા ગાંધી
ઇતિહાસની વાત તમે કરો હું વર્તમાનની વાત કરવા માંગુ છું. તમને તો એક બહાનું જોઇએ આખા પરિવારનું નામ ગણાવી દો છો. તમારી જવાબદારી ખુદ લો. 11 વર્ષથી સત્તામાં તો તમે છો. કાલે ગૌરવ ગોગોઇ પોતાના ભાષણમાં ગૃહમંત્રીને પૂછ્યું કે તમારી જવાબદારી નહતી. રાજનાથજી માથુ હલાવતા હતા પણ કઇ બોલ્યા નહતા. ગૃહમંત્રી હસતા હતા.
મનમોહન સિંહની સરકારે મુંબઇ હુમલાની જવાબદારી લીધી હતી, ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું-પ્રિયંકા ગાંધી
જ્યારે આતંકી હુમલો ચાલતો હતો તે તમામ આતંકીઓને ઠાર માર્યા હતા અને એક બચ્યો હતો તેને ફાંસી આપી હતી. દેશના ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું. એક જવાબદારી હતી દેશના નાગરિકો પ્રત્યે.
રાજનાથજી ઉરી, પઠાણકોટ સમયે ગૃહમંત્રી હતા આજે તે રક્ષા મંત્રી છે ગૃહમંત્રી અમિત શાહના નાક નીચે મણિપુર સળગી ગયું, દિલ્હી રમખાણ થયા અને આજે પણ તે આ પદ પર બેઠા છે કેમ?
ઓપરેશન સિંદૂર શરું થયું ત્યારે અમે બધાએ સમર્થન કર્યુ, ફરી થશે ફરી દેશ માટે ઉભા રહીશું. દેશમાં હુમલો થાય છે તો કોઇ પણ પાર્ટીનો હોય બધા સમર્થન કરીશું. આપણી સેના પર અમને ગર્વ છે કે આ વખતે પણ તેમને ધૈર્ય અને વીરતાથી લડાઇ લડી. આ ઓપરેશન સિંદૂરની ક્રેડિટ આપણા વડાપ્રધાન ઇચ્છે છે. ઓલિમ્પિકમાં મેડલ આવે છે તેનો પણ શ્રેય લે છે. માત્ર શ્રેય લેવાથી નેતૃત્ત્વ નથી થતું જવાબદારી પણ લેવી પડે છે. દેશના ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું કે યુદ્ધ થતા થતા રહી ગયું. આ રોકાવાની જાહેરાત આપણી સેના કે સરકાર નથી કરતી અમેરિકાના રાષ્ટ્રપતિ કરે છે. આ આપણા વડાપ્રધાનની ગેરજવાબદારીનું સૌથી મોટું પ્રતિક છે.
ગૃહમંત્રીએ કહ્યું શબ્દોમાં પાકિસ્તાન પાસે શરણમાં આવવા સિવાય કોઇ ઉપાય નહતો. તમે શરણ કેમ આપ્યું, તે તમારા દેશની અંદર આવે છે લોકોને મારી નાખે છે અને તમે શરણ આપો છો? તેનો જવાબ કેમ એકપણ ભાષણમાં નથી આપ્યો. નેહરૂએ શું કહ્યું, ઇન્દિરાએ શું કહ્યું, મારી માતાના આંસૂ સુધી જતા રહ્યાં પણ આ સવાલનો જવાબ ના આપ્યો કે સિઝફાયર કેમ થયું? આ યુદ્ધ કેમ રોકાયું? મારી માતાના આંસૂ ત્યારે પડ્યા જ્યારે તેમના પતિને આતંકીઓએ શહીદ કર્યા, જ્યારે તે 44 વર્ષના હતા. હું આ સદનમાં ઉભી છું અને 26 લોકોની વાત કરી રહી છું હું તેમનું દર્દ જાણી શકું છું.
દેશનું નેતૃત્ત્વ ઉપલબ્ધિઓનો શ્રેય લેવાથી મજબૂત નથી થતું, સફળતા અને નિષ્ફળતાની જવાબદારી લેવાથી મજબૂત થાય છે. આ સોનાનો તાજ નથી કાંટાનો તાજ છે.જ્યારે સરકાર જૂઠી અને કાયર હોય ત્યારે બહાદુર સેનાના પ્રયાસને પણ કમજોર કરે છે. સેનાની શક્તિની સાથે સરકારનું સત્ય પણ જોઇએ. મહાન દેશભક્ત શહીદ ઇન્દિરા ગાંધીએ સફળ કૂટનીતિ હેઠળ નિક્સનનો મુકાબલો કરી પાકિસ્તાનનું વિભાજન કરી બાંગ્લાદેશ બનાવ્યું. તેમને ક્યારેય તેનો શ્રેય લેવાનો પ્રયાસ નથી કર્યો.
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના જનરલ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથ લંચ કરી રહ્યાં છે. ઓપરેશન સિંદૂરનો અર્થ આતંકવાદને ખતમ કરવાનો હતો તો પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ ચૂંટાવા પર તેની જવાબદારી કોણ લેશે?આ ઓપરેશનમાં યુદ્ધ વિમાનોને નુકસાન થયું નથી તો જવાબ કેમ આપતા નથી.સવાલોથી બચવા માટે આ સરકાર હંમેશા પ્રયાસ કરે છે.
'તમારી પાસે કાશ્મીરના મુદ્દાનો હલ જ નથી', એન્જિનિયર રાશિદે સરકારને ઘેરી
એન્જિનિયર રાશિદે કહ્યુ કે તિહાડ જેલમાંથી આવ્યો છું. પહેલગામમાં જે પણ થયું, તે માણસાઇની હત્યા છે. કાશ્મીરીઓ કરતા વધારે દર્દ કોણ સમજી શકે છે. અમે 1989થી જેટલો વિનાશ જોયો છે, લાશો ઉઠાવતા-ઉઠાવતા થાકી ગયા છીએ. તમે આતંકને કેવી રીતે ખતમ કરશો, કેવી રીતે આતંક સામે લડશો, તેના માટે કાશ્મીરીઓના દિલ જીતવા પડશે. તમારે માત્ર કાશ્મીરની જમીન જોઇએ, કાશ્મીરના લોકો જોઇએ. દેશ તમને 1947માં મળ્યો અને તમે દેશને એકજુટ રાખી ના શક્યા. અમને કેમ મારી રહ્યાં છો, મારા પિતાનો જન્મ આઝાદીના 15 વર્ષ બાદ થયો. કાશ્મીરના મુદ્દાનો હલ તમારી પાસે નથી. કાશ્મીરની દરેક કોમ્યુનિટી પાસે છે. હું દોઢ લાખ રૂપિયા આપીને અહીં આવ્યો છું. તમે મારી માટે ના બોલી શક્યા તો જમ્મુ કાશ્મીરના લોકો માટે શું બોલશો. જિન્નાથી મોટા અલગાવવાદી નેતા નથી થયા પરંતુ તે પણ ત્રણ-ત્રણ વખત ધારાસભ્ય રહ્યાં. તમને હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની ઉતાવળ છે તો શોખથી બનાવો પરંતુ અમારા કાશ્મીરના ડેમોગ્રાફીને ટચ ના કરો. મને બહારની દુનિયાની કઇ ખબર નથી. જેલમાં અખબાર વાંચીને ખબર પડે છે કે જ્યારે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં જ્યારે તાલિબાનની ટીકા કરવાની વાત આવી ત્યારે આ અમારી સરકાર જે યુપીમાં કહેતા હતા કે તાલિબાની શાસન ના લાવવામાં આવે. સરકારે સાત ડેલિગેશન વિદેશ મોકલ્યા, પૂછવા માંગુ છું કે તેમાં કાશ્મીરના કેટલા સાંસદ હતા.
સેનાના ઉપયોગ માટે રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી- રાહુલ ગાંધી
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ હુમલાને ક્રૂર ગણાવતા કહ્યું કે જે થયું, તે ખોટું થયું. તમામે તેની નિંદા કરી. અમે સરકાર સાથે ઉભા રહ્યાં. અમે પહેલગામ હુમલા બાદ નરવાલ સાહેબના ઘરે ગયા, તેમનો પુત્ર નેવીમાં હતો. યુપીમાં પણ પીડિત પરિવારને મળ્યા. કાશ્મીરમાં પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. અમે રાજકીય કામથી લોકોને મળતા રહીયે છીએ. જ્યારે હાથ મિલાવીએ ત્યારે ખબર પડે છે કે આ ટાઇગર છે. ટાઇગરને આઝાદી દેવી પડે છે. સેનાને પુરી આઝાદી આપવી જોઇએ.
ભારત સરકારે પાકિસ્તાન સામે સરેન્ડર કેમ કર્યું? રાહુલ ગાંધી
સરકારે 30 મિનિટમાં જ સરેન્ડર કર્યું- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે કાલે સામ માણેક શોને કોટ કર્યા. ઇન્દિરાજી સેમ માણેક શોએ કહ્યું હતું કે આપણે અત્યારે ઓપરેશન કરી શકતા નથી. છ મહિનાનો સમય જોઇએ, ગરમીમાં કરીશું. ઇન્દિરાજીએ પુરો સમય આપ્યો. સંરક્ષણ મંત્રીએ સદનમાં કહ્યું કે આપણે 1.35 પર પાકિસ્તાનને એમ જણાવ્યું કે અમે આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ એસ્કેલેટરી નહતી. હવે કોઇ એસ્કેલેશન ના હોવું જોઇએ. તમે 30 મિનિટમાં જ પાકિસ્તાન સામે સરેન્ડર કરી દીધુ. એમ જણાવી દીધુ કે તમારી પાસે લડવાની ઇચ્છાશક્તિ નથી. સરકારે પાયલોટ્સના હાથ-પગ બાંધી દીધા.
પહેલગામ હુમલા પાછળ જનરલ મુનીર હતો- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલગામ હુમલા પાછળ જનરલ મુનીર હતો. મુનીર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ કરે છે. પહેલગામનો માસ્ટરમાઇન્ડ ટ્રમ્પને મળ્યો.રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, વધુ એક આતંકી હુમલો થયો તો શું સીધો પાકિસ્તાન પર હુમલો કરશો? રાહુલ ગાંધીએ કહ્યું કે, દમ હોય તો આજે સાંજે વડાપ્રધાને કહી દેવું જોઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલી રહ્યાં છે.
આ ભારતના વિજયોત્સવનું સત્ર-પીએમ મોદી
સાંસદોને અપીલ કરતા એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ સત્ર ભારતના વિજયોત્સવનું સત્ર છે.સંસદનું આ સત્ર ભારતના ગૌરવગાનનું સત્ર છે.જ્યારે હું વિજયોત્સવની વાત કરૂ છું ત્યારે હું કહેવા માંગીશ કે આ વિજયોત્સવ આતંકી હેડક્વાર્ટરને માટીમાં ભેળવવાનો છે. જ્યારે હું વિજયોત્સવ કહું છું તો આ વિજયોત્સવ સિંદૂરની સોગંધ પૂર્ણ કરવાનો છે.હું જ્યારે આ વિજયોત્સવ કહું છું તો આ ભારતની સેનાની વિજયગાથા કહી રહ્યો છે. જ્યારે હું વિજયોત્સવ કહી રહ્યો છું તો 140 કરોડ ભારતીયોની એકતા-ઇચ્છાશક્તિના જીતની વાત કરૂ છું.
સેનાને કાર્યવાહીની ખુલ્લી છૂટ આપવામાં આવી- PM મોદી
ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના લોકોએ મારો સાથ આપ્યો, મને આશીર્વાદ આપ્યો, દેશની જનતાનો મારા પર કર્જ છે. હું દેશવાસીઓનો આભાર માનુ છું. 22 એપ્રિલે પહેલગામમાં જે રીતે ક્રૂર ઘટના ઘટી, જે રીતે આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમના ધર્મ પૂછીને ગોળી મારી, આ ક્રૂરતાની પરાકાષ્ઠા હતી. ભારતે હિંસાની આગમાં ઝોકવાનું આ સુવિચારીત પ્રયાસ હતો.ભારતમાં રમખાણ ફેલાવવાનું ષડયંત્ર હતું. હું આજે દેશવાસીઓનો આભાર માનું છું કે દેશે એકતાની સાથે તે ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું.
22 એપ્રિલે આતંકી હુમલા બાદ સંકલ્પ લીધો હતો કે આતંકીઓને માટીમાં ભેળવી દઇશું, સજા તેમના આકાઓને પણ મળશે, કલ્પના કરતા મોટી સજા મળશે. 22 એપ્રિલે હું વિદેશમાં હતો અને તરત પરત ફર્યો અને આવ્યા બાદ મેં એક બેઠક બોલાવી અને તે બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યો કે આતંકવાદને જડબાતોડ જવાબ આપવો પડશે. આ અમારો રાષ્ટ્રીય સંકલ્પ છે. અમને અમારા સૈન્ય દળોની ક્ષમતા પર પુરો વિશ્વાસ છે. સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી. આ તમામ વાતો મીટિંગમાં સ્પષ્ટ કહેવામાં આવી અને તેમાંથી કેટલીક વાતો મીડિયામાં પણ આવી હતી. અમને ગર્વ છે આતંકીઓને તે સજા આપી અને સજા એવી છે આજે પણ આતંકના તે આકાઓની ઊંઘ ઉડેલી છે.
22 મીનિટમાં 22 એપ્રિલનો બદલો સેનાએ લીધો- PM મોદી
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને અંદાજો આવી ગયો હતો કે ભારત હુમલો કરશે. તે બાદ પાકિસ્તાન તરફથી ન્યુક્લિયરની ધમકી પણ આવવા લાગી હતી. ભારતે 5 મે રાત્રે અને 6 મેની સવારે જેમ નક્કી કર્યું હતું તેવી કાર્યવાહી કરી અને પાકિસ્તાન કઇ ના કરી શક્યું. 22 મીનિટમાં 22 એપ્રિલનો બદલો નક્કી લક્ષ્ય સાથે અમારી સેનાએ લઇ લીધો હતો.
અમારી સેનાએ આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દીધા. પાકિસ્તાનની ન્યુક્લિયર ધમકીને અમે ખોટી સાબિત કરી દીધી. ભારતે સિદ્ધ કર્યું કે ન્યુક્લિયર બ્લેકમેઇલિંગ હવે નહીં ચાલે અને ન્યુક્લિયર બ્લેકમેઇલિંગ સામે ભારત નહીં ઝુકે.
ભારતે પોતાની ટેકનિકલ ક્ષમતા બતાવી. પાકિસ્તાનની છાતી પર સચોટ પ્રહાર કર્યો. પાકિસ્તાનના એરબેઝ, એસેટ્સને ભારે નુકસાન પહોંચાડ્યું. આજ સુધી તેમના એરબેઝ આઇસીયુમાં પડ્યા છે. આજ ટેકનોલોજી આધારિત યુદ્ધનો યુગ છે. ઓપરેશન સિંદૂર આ મહારથમાં પણ સફળ થયું છે. છેલ્લા 10 વર્ષમાં અમે જે તૈયારી કરી છે તે ના કરી હોત તો આ ટેકનિકલ યુગમાં અમારૂ કેટલું નુકસાન થઇ શકતું હતું તેનો આપણે અંદાજ લગાવી શકીયે છીએ.
ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રથમ વખત થયું જ્યારે આત્મનિર્ભરની તાકાતને દુનિયાએ ઓળખી. મેડઇન ઇન્ડિયા ડ્રોન, મેડ ઇન ઇન્ડિયા મિસાઇલ પાકિસ્તાનના હથિયારોની પોલ ખોલીને મુકી દીધી.
PM મોદીએ ત્રણ સૂત્ર નક્કી કર્યા
- જો ભારત પર આતંકી હુમલો થયો તો અમે પોતાની રીતે, પોતાની શરતો પર, પોતાના સમય પર જવાબ આપીને જ રહીશું.
- કોઇ પણ ન્યુક્લિયર બ્લેકમેઇલિંગ હવે નહીં ચાલે.
- અમે આતંકથી ઘેરાયેલી સરકાર અને આતંકી આકાઓને અલગ અલગ નહીં જોઇએ.
ઓપરેશન સિંદૂર દરમિયાન 190 દેશોએ સમર્થન કર્યું
દુનિયામાં કોઇ પણ દેશે ભારતને પોતાની સુરક્ષામાં કાર્યવાહી કરતા રોક્યા નથી.સંયુક્ત રાષ્ટ્ર 193 દેશમાંથી માત્ર 3 દેશ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું. ક્વાડ હોય, બ્રિક્સ હોય, ફ્રાંસ, રશિયા, જર્મની કોઇ પણ દેશનું નામ લઇ લો તમામ દેશ દુનિયાભરમાંથી ભારતને સમર્થન મળ્યું છે.

