Video: પાંચ વર્ષ બાદ માટીકુસ્તીનું આયોજન

હરિયાણાના રોહતક જિલ્લાના નૌનંદ ગામમાં પાંચ વર્ષ બાદ રાજ્યકક્ષાની માટીકુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા પહેલવાનોએ ભાગ લીધો હતો. પરંપરાગત માટીકુસ્તીના મુકાબલામાં ખેલાડીઓએ પોતાની કુશળતા અને દમખમનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન પહેલવાનો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા જોવા મળ્યા હતા. આ સ્પર્ધામાંથી પસંદગી પામેલા પહેલવાનો હવે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરશે. પાંચ વર્ષ બાદ સ્પર્ધાનું આયોજન થતાં સ્થાનિક રમતપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત






