VIDEO : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા માં સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલ 'ઓપરેશન શેરાવાલી આજે દસમા દિવસે..
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના દોરીમાલ જંગલ વિસ્તાર' માં સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલ 'ઓપરેશન શેરાવાલીઆજે દસમા દિવસે પણ અત્યંત સઘન રીતે ચાલુ રહ્યું છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા વચ્ચે ભારતીય સેના અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર જંગલને ઘેરી લેવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં એડવાન્સ ક્વાડકોપ્ટર ડ્રોન, થર્મલ ઈમેજર્સ, સ્નિફર ડોગ્સ અને હેલિકોપ્ટર જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાઢ જંગલોમાં આતંકીઓ પર સતત ફાયરિંગ એસોલ્ટ કરીને તેમને આત્મસમર્પણ કરવા અથવા તો ઠાર કરવા માટે સેના અત્યંત આક્રમક રીતે ઓપરેશન ચલાવી રહી છે.પહાડી અને ગીચ જંગલ વિસ્તાર હોવા છતાં, જવાનો ખૂબ જ સાવચેતીપૂર્વક અને આક્રમક રીતે આગળ વધી રહ્યા છે જેથી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખી શકાય. સુરક્ષા દળો કોઈપણ ભોગે આ વિસ્તારને આતંકમુક્ત કરવા માટે કટિબદ્ધ છે.

