મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નકલી..નકલી..નકલી..! SBIની શાખા ખોલી અનેક લોકોને છેતર્યાં, આ રીતે ફૂટ્યો ભાંડો

લોકોને છેતરવા માટે નકલીઓની બોલબાલા વધી ગઈ છે. અત્યાર સુધી નકલી અધિકારી હોવાનો ડોળ કરીને પૈસા પડાવી

નકલી..નકલી..નકલી..! SBIની શાખા ખોલી અનેક લોકોને છેતર્યાં, આ રીતે ફૂટ્યો ભાંડો

લોકોને છેતરવા માટે નકલીઓની બોલબાલા વધી ગઈ છે. અત્યાર સુધી નકલી અધિકારી હોવાનો ડોળ કરીને પૈસા પડાવી લેતા કે પછી નકલી ફોન કોલ્સ કરીને લોકોને છેતરનારા જોયા છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે. જેનાથી પોલીસ પણ ચકરાવે ચડી ગઈ છે. છત્તીસગઢના સક્તિ જિલ્લામાં એવી ઘટના બની છે જેણે અધિકારીઓ અને પોલીસને ચોંકાવી દીધા છે. છેતરપિંડી કરનારાઓએ દેશની પ્રતિષ્ઠિત બેંક SBIના નામનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે સંપૂર્ણપણે નકલી બેંક ખોલી દીધી હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવી જ્યારે કર્મચારીઓની પાસે એપોઈન્ટમેન્ટ લેટર હોવા પર તેમને ટ્રેનિંગ માટે આ બ્રાન્ચમાં મોકલવામાં આવ્યા. 
 
આ ઘટના છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોરા ગામે બન્યો છે. માલખરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગ લોકોએ આખી બેંક ખોલી દીધી હતી. બેંકને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની શાખા બતાવી હતી. જેના વિશે ખુદ સ્ટેટ બેંકના અધિકારીઓ પણ જાણતા નથી. આ અંગેની માહિતી બેંકના અધિકારીઓને મળતા તેઓએ માલખરોડા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આ માહિતીના આધારે માલખરોડા પોલીસે તપાસ કરી તો ખુદ પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
 
બેંકના અધિકારીઓની ફરિયાદ મળ્યા બાદ જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાંચ કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા, જ્યારે બેંક મેનેજર ત્યાં ન હતા. જ્યારે કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે તેમની નિમણૂક પત્ર અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ શાખાના કર્મચારીઓને તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. આ પછી તેને અન્ય જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવશે.

આ કેસમાં આરોપી અને નકલી બ્રાન્ચ મેનેજર હાલ ફરાર છે. પોલીસે બ્રાન્ચને સીલ કરી ફરાર આરોપી મેનેજરની શોધખોળ શરૂ કરી છે. SBI બેંકના અધિકારીએ કહ્યું કે જ્યારે પણ નવી શાખા ખુલે છે ત્યારે તેની મુખ્ય શાખાને જાણ કરવામાં આવે છે. એમાં ભરતી પણ SBI દ્વારા જ કરવામાં આવે છે. આ શાખા વિશે કોઈ માહિતી ન હતી.

આ સમાચાર શેર કરો