Video: હૈદરાબાદમાં 2.40 લાખની માંઝા સાથે એકની ધરપકડ

હૈદરાબાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ માંઝાના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગોલકોંડા ટાસ્ક ફોર્સે દરોડા પાડીને ચાઈનીઝ માંઝાનું વેચાણ કરતા એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી અંદાજે 2.40 લાખ રૂપિયાની કિંમતની 240 બોબિન ચાઈનીઝ માંઝા જપ્ત કરવામાં આવી છે. આ મામલે અન્ય બે સપ્લાયરોની પણ સંડોવણી સામે આવી છે, જોકે બંને હાલ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પ્રતિબંધિત માંઝાના વેચાણ અને સપ્લાય નેટવર્કને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત















